AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વડોદરામાં CM ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં યોજાઈ ‘રન ફોર યુનિટી’, એકતા અને નશામુક્તિનો અપાયો સંદેશ, જુઓ Video

Breaking News: વડોદરામાં CM ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં યોજાઈ ‘રન ફોર યુનિટી’, એકતા અને નશામુક્તિનો અપાયો સંદેશ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2026 | 9:21 AM
Share

વડોદરામાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ એકતા દોડને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું અને ત્યારબાદ પોતે પણ દોડમાં સહભાગી થયા હતા. CMની સહભાગિતાથી કાર્યક્રમમાં હાજર યુવાનો અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

વડોદરામાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ એકતા દોડને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું અને ત્યારબાદ પોતે પણ દોડમાં સહભાગી થયા હતા. CMની સહભાગિતાથી કાર્યક્રમમાં હાજર યુવાનો અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સેંકડો યુવાનો સાથે વડોદરાના નાગરિકોએ પણ ઉત્સાહભેર દોડમાં ભાગ લીધો હતો.

એકતા અને અખંડ ભારતનો સંકલ્પ

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અખંડ ભારતની ભાવનાને મજબૂત કરવાનો સંકલ્પ કર્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલની રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની વિચારધારાને આગળ વધારવાના સંદેશ સાથે યોજાયેલી આ દોડમાં એકતા અને નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. શહેરના નાગરિકોએ પણ આ અભિયાનમાં જોડાઈને એકતા અને નશામુક્ત સમાજના નિર્માણનો સંદેશ આપ્યો હતો.

દેશભક્તિના નારાઓથી ગુંજ્યું વડોદરા

વહેલી સવારથી જ વડોદરામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો ઉત્સાહ જોવા મળ્યો હતો. એકતા દોડ દરમિયાન દેશભક્તિ અને નશામુક્તિના નારાઓથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. યુવાનો અને નાગરિકોએ દોડમાં જોડાઈને રાષ્ટ્રીય એકતા, સામાજિક જાગૃતિ અને સ્વસ્થ સમાજના નિર્માણનો સંદેશ આપ્યો હતો.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">