AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કમોસમીનો કહેર.. જેતપુર માર્કેટ યાર્ડમાં મગફળી પલળી, હવામાનની આગાહી છતાં ઊભા થયા સવાલો

Breaking News : કમોસમીનો કહેર.. જેતપુર માર્કેટ યાર્ડમાં મગફળી પલળી, હવામાનની આગાહી છતાં ઊભા થયા સવાલો

| Updated on: Oct 31, 2026 | 1:34 PM
Share

રાજકોટના જેતપુર માર્કેટ યાર્ડમાં કમોસમી વરસાદને કારણે ખુલ્લામાં રાખવામાં આવેલી મગફળી પલળી ગઈ છે. આનાથી ખેડૂતો અને વેપારીઓમાં ચિંતા વ્યાપી છે.

રાજકોટ જિલ્લાના જેતપુર માર્કેટ યાર્ડમાં કમોસમી વરસાદે ખેડૂતો અને વેપારીઓની ચિંતા વધારી દીધી છે. સિઝનમાં ઓછો વરસાદ નોંધાયા બાદ હવે કમોસમી વરસાદ નુકસાન લઈને આવ્યો છે. યાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવેલી મગફળી વરસાદમાં પલળી જતાં મોટા પાયે નુકસાનીની આશંકા સેવાઈ રહી છે.

આ ઘટના બાદ માર્કેટ યાર્ડ મેનેજમેન્ટની વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થયા છે. ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હોવા છતાં મગફળીનો જથ્થો ખુલ્લામાં કેમ રાખવામાં આવ્યો હતો, તે મુદ્દે ચર્ચાઓ તેજ બની છે. વરસાદને કારણે મગફળી પલળતાં ખેડૂતો અને વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

જોકે, આ મામલે જેતપુર માર્કેટ યાર્ડના ચેરમેને સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને યાર્ડમાં નવી આવક બપોરથી જ બંધ કરી દેવામાં આવી હતી. તેમણે દાવો કર્યો કે વરસાદમાં પલળેલી મગફળીનો જથ્થો ખેડૂતોનો નહીં, પરંતુ વેપારીઓનો હતો. ચેરમેન મુજબ, વેપારીઓને કોઈ મોટું આર્થિક નુકસાન થયું નથી, કારણ કે આ તેમની નિયમિત પ્રક્રિયાનો ભાગ હતો. તેમ છતાં, ખુલ્લામાં પડેલી મગફળી અને વરસાદી નુકસાનને લઈને અનેક સવાલો યથાવત છે અને દ્રશ્યો ચિંતાજનક છે.

અંબાજી મંદિરમાં હવે ઇકો-ફ્રેન્ડલી પેકેજિંગમાં મળશે પ્રસાદ, પર્યાવરણ સંરક્ષણ તરફ એક મોટું પગલું

Published on: Oct 31, 2026 01:33 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">