AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toran Vastu Rule: મુખ્ય દ્વાર લગાવવાનું તોરણ કેવુ હોવું જોઇએ? જાણો વાસ્તુના નિયમ

ઘરના મુખ્ય પ્રવેશદ્વારને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, મુખ્ય દરવાજો ઘરમાં સકારાત્મક ઊર્જાના પ્રવેશનું માધ્યમ છે. આ જ કારણ છે કે તહેવારો અને શુભ પ્રસંગોએ ઘરના પ્રવેશદ્વાર પર તોરણ લગાવવામાં આવે છે. તેને સુખ, સમૃદ્ધિ અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. જોકે, વાસ્તુ અનુસાર તોરણ કઈ સામગ્રીનું હોવું જોઈએ અને તેને લગાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે જાણવું પણ જરૂરી છે.

| Updated on: Oct 30, 2026 | 12:38 PM
Share
ઘરના મુખ્ય પ્રવેશદ્વારને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, મુખ્ય દરવાજો ઘરમાં સકારાત્મક ઊર્જાના પ્રવેશનું માધ્યમ છે. આ જ કારણ છે કે તહેવારો અને શુભ પ્રસંગોએ ઘરના પ્રવેશદ્વાર પર તોરણ લગાવવામાં આવે છે. તેને સુખ, સમૃદ્ધિ અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે.

1 / 8
કેરીનાં પાંદડાનું(આંબાના પાન) તોરણ માનવામાં આવે છે શુભ: હિન્દુ ધર્મમાં આંબાનાં પાંદડાંને શુભતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ધાર્મિક વિધિઓ, પૂજા અને તહેવારો દરમિયાન કેરીનાં પાંદડાંનું તોરણ લગાવવાની પરંપરા છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર તાજાં આંબાનાં પાંદડાંનું તોરણ લગાવવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને ઘરમાં પવિત્ર વાતાવરણ જળવાઈ રહે છે. ખાસ કરીને દિવાળી, નવરાત્રિ અને અન્ય શુભ પ્રસંગોએ આવું તોરણ લગાવવું શુભ માનવામાં આવે છે.

2 / 8
આસોપાલવના પાનનું તોરણ પણ છે શુભ:કેરીનાં પાંદડાં ઉપરાંત આસોપાલવના પાનનું તોરણ પણ મુખ્ય પ્રવેશદ્વાર પર લગાવી શકાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આસોપાલવના પાન શુભતા અને સુખ-સમૃદ્ધિનું પ્રતીક છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આસોપાલવના પાનથી બનેલું તોરણ ઘરમાં સકારાત્મક વાતાવરણ જાળવવાનું પ્રતીક માનવામાં આવે છે. તમે તહેવારો કે કોઈપણ શુભ પ્રસંગે ઘરના મુખ્ય દરવાજા પર આ પ્રકારનું તોરણ લગાવી શકો છો.

3 / 8
 કોડી અને શંખથી બનેલું તોરણ પસંદ કરો: જો તમે લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય તેવું તોરણ ઇચ્છતા હોવ તો કોડી, શંખ અથવા મોતીથી બનેલું તોરણ પસંદ કરી શકો છો. ધાર્મિક માન્યતાઓમાં કોડીને દેવી લક્ષ્મી સાથે જોડવામાં આવે છે અને તેને ધન તથા સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે શંખને શુભતા અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. આ પ્રકારનાં તોરણ ઘરના મુખ્ય પ્રવેશદ્વારની સુંદરતા વધારવાની સાથે ધાર્મિક આસ્થાનું પણ પ્રતીક બને છે.

4 / 8
તૂટેલું કે ગંદુ તોરણ ક્યારેય ન લગાવો: વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર હંમેશાં સ્વચ્છ અને અખંડ તોરણ લગાવવું જોઈએ. તૂટેલું, ફાટેલું કે ગંદુ તોરણ ઘરના દરવાજા પર લાંબા સમય સુધી રાખવું યોગ્ય માનવામાં આવતું નથી. તોરણની નિયમિત સફાઈ કરવી જોઈએ અને તેની દોરી કે અન્ય ભાગ તૂટી જાય તો તેને સમયસર બદલી નાખવું જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર, સ્વચ્છ અને સુંદર પ્રવેશદ્વાર ઘરમાં શુભતાનું વાતાવરણ જાળવી રાખે છે.

5 / 8
સૂકાઈ ગયેલાં પાનનું તોરણ સમયસર બદલો: જો તમે ઘરના મુખ્ય દરવાજા પર કેરી અથવા આસોપાલવના તાજાં પાનનું તોરણ લગાવ્યું હોય તો તે સુકાઈ જાય ત્યારે તેને બદલી નાખવું જોઈએ. સૂકાઈ ગયેલાં અને ખરાબ થઈ ગયેલાં પાન લાંબા સમય સુધી દરવાજા પર લટકતાં ન રાખો. કુદરતી પાનનું તોરણ સમયાંતરે બદલવાથી પ્રવેશદ્વાર સ્વચ્છ અને સુંદર રહે છે. વાસ્તુ માન્યતા અનુસાર, ઘરના મુખ્ય દરવાજા પર તાજગી અને સ્વચ્છતા જાળવવી શુભ માનવામાં આવે છે.

6 / 8
તોરણ લગાવતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન:ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર તોરણ લગાવતી વખતે તેની સ્વચ્છતા, સુંદરતા અને યોગ્ય જાળવણીનું ધ્યાન રાખવું જોઈએ. તોરણ દરવાજાની સુંદરતામાં વધારો કરે તેવું હોવું જોઈએ. તૂટેલી કોડી, ખરાબ થયેલા મોતી કે ફાટેલી દોરીવાળું તોરણ લગાવવાનું ટાળવું જોઈએ. સાથે જ મુખ્ય દરવાજાની આસપાસ કચરો કે બિનજરૂરી વસ્તુઓનો ઢગલો ન રાખવો જોઈએ.

7 / 8
નોંધ: અહીં જણાવેલી બાબતો વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. આ માન્યતાઓને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા તથ્યો તરીકે જોવી નહીં.

8 / 8

આ પણ વાંચો- Breaking News : નવેમ્બર મહિનામાં ક્યાંય ફરવાનો પ્લાન નથી તો, રિલીઝ થનારી ફિલ્મનું લિસ્ટ ચેક કરી લો

Follow Us
ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશ પ્રવાસના ખર્ચ મુદ્દે નવો વિવાદ, જુઓ Video

સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓને મળી મોટી ભેટ મળશે

ભૂતાનમાં ગ્લેશિયર લેક ફાટતા આસામ અને પશ્ચિમ બંગાળમાં પૂરનો ખતરો

બનાસકાંઠામાં PM મોદીના આગમનને લઈને દિવાળી જેવો માહોલ

આજનું રાશિફળ: અણધાર્યો ધનલાભ અને અટકેલા સરકારી કામો થશે પૂર્ણ

હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ, ખેડૂતોને મળ્યા સારા ભાવ

બનાસકાંઠા: ભીલડીમાં 324.77 કરોડ ના ખર્ચે તૈયાર થયુ પશુ સંવર્ધન કેન્દ્ર

સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે

ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી

વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે

g clip-path="url(#clip0_868_265)">