Breaking News: ન્યૂઝીલેન્ડ સામે 1 વિકેટ લેતાં જ અર્શદીપે કરી કમાલ, 3 મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા
ન્યુઝીલેન્ડ સામે ચોથી T20 મેચમાં અર્શદીપ સિંહને માત્ર એક જ વિકેટ મળી હતી. જોકે આ એક વિકેટ લેતા જ અર્શદીપે ત્રણ રેકોર્ડ બનાવ્યા હતા. 4 ઓવરમાં 38 રન આપ્યા હતા અને 259 રન બનાવ્યા હતા પરંતુ તે જ મેચમાં ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ત્રણ રેકોર્ડ બનાવ્યા હતા.

ન્યુઝીલેન્ડ સામેની ચોથી T20માં ટીમ ઈન્ડિયાનો પરાજય થયો. મેચમાં ભારતીય બોલરોની જોરદાર ધુલાઈ થઈ. જોકે તમામ બોલરોમાં અર્શદીપ સિંહે સૌથી ઓછા રન આપ્યા હતા.

ન્યુઝીલેન્ડ સામેની ચોથી T20Iમાં અર્શદીપ સિંહે 4 ઓવરમાં 38 રન આપ્યા 1 વિકેટ લીધી હતી.

જોકે આ એક વિકેટ લેતા જ અર્શદીપ સિંહે 3 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા હતા.

ન્યુઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરને આઉટ કરતાં જ અર્શદીપ સિંહે 150 T20I વિકેટો પૂર્ણ કરી હતી.

અર્શદીપ સિંહ 150 T20I વિકેટ લેનાર પ્રથમ ભારતીય બન્યો હતો.

Arshdeepઅર્શદીપ સિંહ એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ T20I વિકેટ લેનાર ખેલાડી પણ બની ગયો છે. તેણે ચાલુ કેલેન્ડર વર્ષમાં 40 વિકેટ લીધી છે.

અર્શદીપ સિંહે માત્ર 2,143 બોલમાં 150 વિકેટ પૂર્ણ કરી હતી અને તે સૌથી ઓછા બોલમાં 150 T20I વિકેટ પૂર્ણ કરનાર બોલર બન્યો હતો.

અર્શદીપ સિંહે પોતાના ડેબ્યૂના માત્ર 1577 દિવસમાં 150 T20I વિકેટ પૂરી કરી હતી અને તે સૌથી ઝડપી (સૌથી ઓછા દિવસમાં) 150 T20I વિકેટ લેનાર બોલર બન્યો હતો. (PC-PTI/X)
Breaking News: ઓકલેન્ડમાં ભારતનો કારમો પરાજય, બોલરો પછી બેટ્સમેનોએ શરણાગતિ સ્વીકારી
