AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યમાં હજુ 24 કલાક કમોસમી વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠું થવાની વકી- Video

રાજ્યમાં હજુ 24 કલાક કમોસમી વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠું થવાની વકી- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2026 | 3:26 PM
Share

રાજ્યના માથે ફરી એકવખત માવઠાનું સંકટ તોળાઈ રહ્યુ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠું થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે.

પહેલા અપૂરતા વરસાદે ખેડૂતોને રડાવ્યા હવે માવઠાએ મુસીબત વધારી છે. છેલ્લા 2 દિવસમાં આવેલા કમોસમી વરસાદે સૌરાષ્ટ્રના ગીર સોમનાથના જિલ્લાના ગામોમાં ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યુ છે. જેમા મગફળી અને ચણાનો તૈયાર પાક પલળી જવાથી ભારે નુકસાની થવા પામી છે. ત્યારે હજુ પણ માવઠાનું સંકટ તોળાઈ રહ્યુ છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં વધુ એક માવઠાની આગાહી કરવામાં આવે છે. જેમા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ગામોમાં માવઠુ થવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. જ્યારે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે.

હાલ ખેડૂતો ભારે કફોડી સ્થિતિમાં મુકાયા છે. શુક્રવારના રોજ આવેલા કમોસમી વરસાદને પગલે ધોરાજી, ઉપલેટાના ગામોમાં પણ ખેડૂતોના તૈયાર પાકમાં પાણી ફરી વળતા મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતો હવે સરકાર સમક્ષ પાક નુકસાનીની સહાયની માગ કરી રહ્યા છે.

યુરોપમાં 6 દેશોમાં એક જ ટાઈમે ભડકેલી હિંસા, વિરોધ પ્રદર્શનો અને અરાજક્તા પાછળ શું ટ્રમ્પનો હાથ છે?

 

Published on: Oct 31, 2026 03:26 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">