Rava Dosa Recipe : ઘરે ક્રિસ્પી રવા ઢોસા બનાવવા અપનાવો આ ટીપ્સ, એક વાર ખાશો તો વારંવાર યાદ કરશો
ભારતમાં અલગ-અલગ રાજ્યની વાનગીઓ વખણાતી હોય છે. જ્યારે સાઉથ ઈન્ડીયાની વાત કરવામાં આવે ત્યારે ત્યાંના ઢોસા હોય કે ઈડલી તેને પહેલા યાદ કરવામાં આવે છે. તો આજે આપણે રવા ઢોંસા બનાવવાની રેસિપી જોઈશું.

સાઉથ ઈન્ડીયામાં વિવિધ પ્રકારના ઢોંસા બનાવવામાં આવે છે. ત્યારે ઘરે બનાવેલા રવા ઢોંસા ઘણીવાર સંપૂર્ણ ક્રિસ્પી નથી બનતા. તેને ક્રિસ્પી બનાવવા માટે બેટર તૈયાર કરવાથી લઈને ઢોસા બનાવવા સુધી કેટલીક ટિપ્સ અપનાવી જોઈએ.

રવા ઢોસા બનાવવા માટે રવો, ચોખાનો લોટ, ચણા અથવા મેંદાનો લોટ પણ ઉમેરી શકો છો. પાણીમાં,દૂધ અથવા દહીં ઉમેરી શકો છો. આ ઉપરાંત જીરું, બારીક સમારેલા લીલા મરચાં, ડુંગળી, મીઠું, કઢી પત્તા અને લીલા ધાણાની જરુરત પડશે.

રવા ઢોસામાં ક્રિસ્પીનેસ માટે જો ઈચ્છો તો થોડો ચોખાનો લોટ અને એક ચપટી બેકિંગ સોડા ઉમેરી શકો છો.

રવા ઢોસાનું બેટર હંમેશા પાતળું હોવું જોઈએ. તે નિયમિત ઢોસાના બેટર કરતાં પાતળું હોય છે. રવો, ચોખાનો લોટ, મેંદા અથવા ચણાનો લોટ ઉમેરો. ત્યારબાદ તેમાં મીઠું જીરું, બારીક સમારેલા લીલા મરચાં, ડુંગળી ઉમેરી લગભગ 2 થી 2.5 ગણું પાણી ઉમેરો.

હવ બેટર હળવા સૂપ જેવું ન થાય ત્યાં સુધી સારી રીતે મિક્સ કરો. ધ્યાન રાખો કે વધારે પાણી ન ઉમેરશો, નહીંતર ઢોસો બળી જશે.

તૈયાર કરેલા બેટરને ઢાંકીને 15-30 મિનિટ માટે રહેવા દો. આનાથી રવો ફૂલી જશે, મસાલા સારી રીતે ભળી જશે અને બેટરમાં નાના પરપોટા બનશે, જેનાથી ઢોસા હળવો અને કરકરો બનશે.

ઢોસા ઉમેરતા પહેલા, પેનને મધ્યમથી ઉચ્ચ તાપ પર સારી રીતે રાંધવા દો. નહીંતર ઢોસા ક્રિસ્પી નહીં બને, વધારે ગેસની આંચ રાખશો તો મધ્ય ભાગ બળી શકે છે. હવે આ ઢોસાને ચટણી અને સંભાર સાથે સર્વ કરો. ( All Image- Getty Images )
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
