Business Idea: ₹3,00,000 સુધીની કમાણી ! ‘બ્યુટી પાર્લર’નો વ્યવસાય રૂપિયા છાપવાનું મશીન બનશે, મજબૂત નફો કમાશો
આજના સમયગાળામાં બ્યુટી પાર્લરનો બિઝનેસ ખૂબ ઝડપથી વિકસિત થઈ રહ્યો છે. લગ્ન પ્રસંગ હોય કે કોઈ તહેવાર તૈયાર થવા માટે દરેક વ્યક્તિ સૌથી પહેલા બ્યુટી પાર્લર જ શોધે છે.

આજના સમયગાળામાં બ્યુટી પાર્લરનો બિઝનેસ ખૂબ ઝડપથી વિકસિત થઈ રહ્યો છે. હાલના સમયમાં દરેક વ્યક્તિ પોતાના દેખાવ પર ધ્યાન આપે છે. જો એવામાં તમે બ્યુટી પાર્લરનો બિઝનેસ શરૂ કરો છો, તો તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

જણાવી દઈએ કે, ફક્ત બ્યુટી પાર્લર ખોલવું પૂરતું નથી; પ્રોફેશનલ ટ્રેનિંગ લેવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બ્યુટિશિયન કોર્સ કરવાથી હેર કટિંગ, મેકઅપ, સ્કિનકેર અને સ્પા જેવી તકનીકોનું સંપૂર્ણ જ્ઞાન મળે છે. પ્રશિક્ષિત સ્ટાફ (Trained Staff) હોવાથી ગ્રાહકોનો આત્મવિશ્વાસ પણ વધે છે.

વધુમાં તમે બેઝિક મેકઅપ આર્ટિસ્ટ કોર્સમાં પણ જોડાઈ શકો છો, જેનો ખર્ચ અંદાજિત 50,000 રૂપિયા જેટલો હોય છે. બ્યુટી પાર્લર ખોલતા પહેલા GST રજીસ્ટ્રેશન અને ઉદ્યમ રજીસ્ટ્રેશન પણ જરૂરી છે.

બ્યુટી પાર્લર શરૂ કરવા માટે ₹3 લાખથી ₹10 લાખ સુધીનું રોકાણ કરવું પડી શકે છે. આમાં લોકેશન, ફર્નિચર, સાધનો અને પ્રોડક્ટ્સને લગતા ખર્ચનો સમાવેશ થાય છે. આ વ્યવસાય માટે 2 થી 5 પ્રોફેશનલ બ્યુટિશિયન, રિસેપ્શનિસ્ટ અને જરૂરી સાધનો જેમ કે ફેસિયલ ચેર, હેર ડ્રાયર, વેક્સિંગ કીટ, નેઇલ કીટ તેમજ સ્કિન કેર પ્રોડક્ટ્સ જરૂરી છે.

દૈનિક આવક સામાન્ય રીતે ₹3,000 થી ₹20,000 જેટલી થઈ શકે છે, જે ગ્રાહકોની સંખ્યા અને સર્વિસ પર આધાર રાખે છે. બીજીબાજુ માસિક આવક ₹90,000 થી ₹6,00,000 સુધી પહોંચી શકે છે અને એમાંય ખર્ચ બાદ નફો ₹50,000 થી ₹3,00,000 જેટલો થશે તેવી શક્યતા હોય છે.

માસિક ખર્ચમાં ભાડું, સ્ટાફ પગાર, પ્રોડક્ટ્સનો ખર્ચ અને મેન્ટેનન્સના ખર્ચ આવરી લેવામાં આવે છે. માર્કેટિંગ માટે Instagram અને Facebook જેવા પ્લેટફોર્મ પર પ્રોમોશન કરવું, હંમેશા ક્વોલિટીવાળી પ્રોડક્ટ્સ વાપરવી અને નવા ટ્રેન્ડ્સ સાથે અપડેટ રહેવું પડે છે. યોગ્ય રોકાણ, યોગ્ય લોકેશન અને સારી સર્વિસ સાથે બ્યુટી પાર્લર બિઝનેસ નફાકારક અને લોકપ્રિય બની શકે છે.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
