Travel With TV9 : મહાશિવરાત્રી પર આ શિવમંદિરમાં દર્શન કરવાનું ભૂલતા નહીં
શિવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે મોટાભાગના શ્રદ્ધાળુઓ શિવ મંદિરમાં દર્શન કરવા જવા ઈચ્છાતા હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે ગુજરાતમાં આવેલા મહાદેવના ક્યાં મંદિરે તમે શિવરાત્રીના દિવસે દર્શન કરવા જઈ શકો છો.

મહાશિવરાત્રીના દિવસે તમે સૌરાષ્ટ્રમાં આવેલા સોમનાથ મંદિરની મુલાકાત લઈ શકો છો. સોમનાથ મંદિર બાર જ્યોર્તિલિંગમાંથી એક છે. આ મંદિર એક પ્રાચીન મંદિર છે. તેની સુંદર સ્થાપત્ય અને આધ્યાત્મિક મહત્વ માટે જાણીતું છે. સોમનાથને બાર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે.

દ્વારકા પંથકમાં આવેલું જ્યોતિર્લિંગ દર્શન કરી શકો છો. નાગેશ્વર જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગ માંથીનું એક માનવામાં આવે છે. આ મંદિર ભગવાન શિવને નાગેશ્વરના રૂપમાં સમર્પિત છે, જે સાપના રક્ષક તરીકે શિવનું સ્વરૂપ છે.

મહારાષ્ટ્રના નાસિક નજીક સ્થિત ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરી શકો છો. ભગવાન શિવને સમર્પિત એક મહત્ત્વનું મંદિર છે. તે હિન્દુ ત્રિમૂર્તિના ત્રણ મુખ્ય દેવતાઓ - બ્રહ્મા, વિષ્ણુ અને શિવનું પ્રતિનિધિત્વ કરતા તેના ત્રણ લિંગો માટે પ્રખ્યાત છે.

અમદાવાદમાં સ્થિત બાબા કેદારેશ્વર મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને એક મહત્વપૂર્ણ પૂજા સ્થળ છે. તે સાબરમતી નદીની નજીક આવેલું છે. જે શાંત વાતાવરણથી ઘેરાયેલું છે.

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં કૈલાશનાથ મંદિર મુલાકાત લેવા માટેનું એક શાંતિપૂર્ણ સ્થળ છે. તે કોઈ જ્યોતિર્લિંગ મંદિર નથી. પરંતુ તે આ પ્રદેશમાં નોંધપાત્ર ધાર્મિક મહત્વ ધરાવે છે.
Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.
