Travel Tips : શનિ-રવિની રજામાં ધરોઈ એડવેન્ચર ફેસ્ટની મુલાકાત લો, 10થી વધુ એક્ટિવિટી મજા માણો
ગુજરાત સરકાર વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે ધરોઈ ડેમ માટે સુંદર કામગીરી કરી છે. 45 દિવસ સુધી ધરોઈ એડવેન્ચર ફેસ્ટ યોજાશે. જાણો ટેન્ટમાં રહેવાનો કેટલો ચાર્જ છે.

મહેસાણાના ધરોઈ ડેમ ખાતે તા 23મેના રોજ મુખ્યમંત્રીના વરદ હસ્તે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા 'ધરોઈ એડવેન્ચર ફેસ્ટ'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

એડવેન્ચર ફેસ્ટમાં જમીન, પાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથેની 10થી વધુ એક્ટિવિટીઝ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.આ રમણીય સ્થળની મુલાકાત જરૂર લો.

અહીં અત્યાધુનિક એસી ટેન્ટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. 45 દિવસ સુધી ધરોઈ એડવેન્ચર ફેસ્ટ યોજાશે. ધરોઈ આવતા પ્રવાસીઓને યાદગાર અનુભવ મળશે.

લક્ઝરિયસ ટેન્ટ સિટીમાં રહેવાની વ્યવસ્થા પણ ખુબ સારી કરવામાં આવી છે. તેમજ અહી સાંસ્કૃતિક અને અનુભવાત્મક પ્રવૃતિઓની સાથે લાઈવ મ્યુઝિક પરોર્મન્સનો પણ લાભ લઈ શકશે.

જો આપણે ટેન્ટના ભાવ વિશે વાત કરીએ તો રજવાડી ટેન્ટમાં 1 દિવસ રહેવાનો પ્લાન 7000, તેમજ પ્રીમિયર ટેન્ટનો 5500 અને ડિલક્ક્ષ એસી કોટેજના 4000 રુપિયા પ્રીમિયર ડોર્મેટરીમાં એક રાતના 700 રુપિયા અને એસી હેંગર ડોર્મેટરીનો 350 ચાર્જ રાખવામાં આવ્યો છે.

'ધરોઈ એડવેન્ચર ફેસ્ટ' વિશે માહિતી આપતાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે આ ફેસ્ટમાં હાઇડ્રોપાવર બોટ અને પેરાસેલિંગ પ્રવૃત્તિઓ જેવા વિવિધ આકર્ષણો જોવા મળશે. (all photo : gujarat tourisam)

તેવી જ રીતે હવાઈ પ્રવૃત્તિઓમાં પેરામોટરિંગ તેમજ જમીન પરની પ્રવૃત્તિઓ જેમ કે રોક ક્લાઇમ્બિંગ અને બોલ્ડરિંગ, ટ્રેકિંગ અને હાઇકિંગ ટ્રેલ્સ, માઉન્ટેન બાઇકિંગ, સાયકલિંગ અને કેમ્પિંગ વગેરેનો સમાવેશ થાય છે.

આ ઉત્સવની મુલાકાત લેતા પ્રવાસીઓને યાદગાર અનુભવ આપવા માટે, મનોરંજન માટે દરરોજ સાંજે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવશે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
