Travel tips : દીવાળી બાદ ગિરનારની પરિક્રમામાં જવાનો પ્લાન બનાવી લો, આ તારીખથી શરુ થશે
ગિરનાર ગુજરાતનાં ધાર્મિક સ્થળોમાંનો એક છે. પ્રાચીન અને અર્વાચીન, બન્ને રીતે ગિરનાર પવિત્ર સ્થળ છે. ગિરનાર પરિક્રમાનાં છેલ્લા અને પાંચમા દિવસે એટલેકે કારતક સુદ પૂનમે દેવ દિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે.

ગિરનારની પરિક્રમા શરુ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.યાત્રિકો તમામ ચિંતાઓથી મુક્ત બની મુક્ત મને ગિરનારની ગોદમાં પ્રકૃતિના ખોળે વિહાર કરતા જોવા મળે છે.

જુનાગઢ શહેરથી 5 કી.મી. દુર ગિરનારની તળેટીમાં કારતક સુદ અગીયારસે સવારથી જ ભવનાથ તળેટીમાં યાત્રિકો ભેગા થઈ જાય છે. તેજ દિવસે મધરાતે રૂપાયતનથી સંતો-મહંતો, જિલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તોની હાજરીમાં દિપ પ્રગટાવીને પરિક્રમાનો પ્રારંભ થાય છે.

ભારતીય ધર્મોમાં પવિત્ર સ્થળોની ચારે તરફ આસપાસ શ્રદ્ધાપૂર્વક પગપાળા ચાલવાને 'પરિક્રમા' અથવા 'પ્રદક્ષિણા' કહેવામાં આવે છે. મંદિર, નદી, પર્વત વગેરેની આસપાસ પરિક્રમાને પુણ્યદાયી માનવામાં આવે છે. ચોર્યાસી કોસી પરિક્રમા, પંચકોસી પરિક્રમા વગેરેનું વિધાન છે.

ગિરનારની ફરતે યોજાતી આ 36 કી.મીની ચાર દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભકતો આવે છે. આ પરિક્રમા કારતક સુદ અગીયારસે ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે.

ગિરનાર લીલી પરિક્રમા ભવનાથથી પ્રારંભ થાય છે. આ વર્ષે ગિરનારની લીલી પરિક્રમા 1 નવેમ્બર થી 5 નવેમ્બર સુધી યોજાશે.એવુ પણ કહેવાય છે કે ગરવા ગિરનારમાં 33 કોટી દેવતાઓનો વાસ છે અને આથી જ જે કોઈ વ્યક્તિ ગિરનારની પરિક્રમા કરે છે તેને સાત જન્મનું પૂણ્ય પ્રાપ્ત થાય છે. આથી પૂણ્યનું ભાથુ બાંધવા માટે દર વર્ષે યાત્રિકો દૂર દૂરથી ઉમટી પડે છે.

લાખો લોકો ભક્તિ ભજન અને ભાવથી આ પરિક્રમા પૂર્ણ કરે છે. ગિરનાર લીલી પરિક્રમામાં આવતા યાત્રાળુઓ માટે જૂનાગઢ માટે સ્પે ટ્રેનો પણ શરુ કરવામાં આવે છે. (all photo : gu.wikipedia.org)
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
