Travel Tips : શિયાળામાં ગુજરાતના આ સ્થળો પર ફરવા જવાનો પ્લાન બનાવો

ફરવા જે લોકો શોખીન હોય છે તેમને શિયાળો, ઉનાળો કે ચોમાસું તમામ ઋતુમાં ફરવા જવાનો પ્લાન બનાવી લેતા હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે, તમે શિયાળામાં ગુજરાતના આ સ્થળો પર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.

| Updated on: Oct 28, 2024 | 2:28 PM
ધીમે ધીમે ચોમાસાની વિદાય થઈ રહી છે, અને શિયાળાની ઋતુની શરુઆત થશે. આ દરમિયાન પ્રવાસીઓ ગુલાબી ઠંડીનો આનંદ માણવા માટે બેગ ભરીને ઉપડી જતા હોય છે. તો આજે તમને ગુજરાતમાં ફરવા લાયક કેટલાક સ્થળો વિશે જણાવીશું.

1 / 6
અમદવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે. અમદાવાદમાં તેમજ તેની આજુબાજુ ફરવા માટે અનેક સ્થળો આવેલા છે.તમે સાબરમતી આશ્રમથી લઈ કાંકરિયા તળાવ, અટલબ્રિજસ સહિત હેરિટેજ સીટીમાં અનેક સ્થળો પર ફરવાનો પ્લાન બનાવી શકો છો. તેમજ તમે જો અમદાવાદ આવો તો સ્ટ્રીટ ફુડનો પણ આનંદ માણી શકો છો.

2 / 6
ગુજરાતના કચ્છ જિલ્લામાં દર વર્ષે રણોત્સવનું આયોજન થાય છે, આવા ઉત્સવોનું આયોજન પ્રવાસનપ્રવૃત્તિને વેગ આપવાના હેતુથી કરવામાં આવે છે.આ ઉત્સવ દરમિયાન રણપ્રદેશમાં ઊંટ ઉપર સવારી,  કચ્છની સંસ્કૃતિના જનજીવનની ઝાંખી કરાવતા પ્રદર્શનો પણ જોવાની તક મળે છે.

3 / 6
 ગીર ભારતનું સૌથી જૂના અભયારણ્યમાંનું એક છે, કે જ્યાં તમે એશિયાઇ સિંહ જોઈ શકશો. જે ગીર નેશનલ પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. ગીર નેશનલ પાર્ક ચોમાસાની ઋતુમાં બંધ રાખવામાં આવે છે. અહિ તમે જંગલ સફારીની પણ મજા માણી શકો છો.

4 / 6
સોમનાથ મંદિર 12 જ્યોર્તિલિંગમાંથી એક છે.સોમનાથ મંદિર સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલું ભવ્ય મંદિર છે. તમે આજબાજુના સ્થળો પર પણ ફરવાનો પ્લાન બનાવી શકો છો.

5 / 6
ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ એવી દ્વારકા નગરી પ્રાચીન સમયથી અત્યાર સુધીમાં અનેક વખત જિર્ણોદ્ધાર થયો છે. વર્ષ 2013માં દ્વારકા નગરને દેવભૂમિ દ્વારકા નામ આપી અલગ જિલ્લા તરીકે ધોષિત કરવામાં આવ્યું છે. દ્વારકાધીશનું મંદિર પાંચ માળનું અને ખુબ સુંદર કોતરણી વાળું છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">