AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : જો તમે પણ જઈ રહ્યા છો ગિરનારની લીલી પરિક્રમા કરવા, તો બેગમાંથી આ વસ્તુ દુર કરી નાંખજો

એવું કહેવામાં આવે છે કે, ગિરનાર પર્વત અને ભવનાથમાં 33 કોટી દેવતાઓનો વાસ છે. આ માટે ગિરનારમાં લાખો લોકો ચાલીને 33 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરે છે. લાખો લોકો ભક્તિ ભજન અને ભાવથી આ પરિક્રમા પૂર્ણ કરે છે. તો ચાલો જાણીએ ગિરનારની પરિક્રમા વખતે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું

| Updated on: Nov 10, 2024 | 4:16 PM
Share
 ગિરનાર સૌથી ઉંચો પર્વત છે. ગિરનારની ટોચ પર પહોંચવા માટે તમારે 9 હજાર નવસો 99 પગઢિયા ચઢીને કે પછી તમે અંબાજી રોપે ત્યાંથી થોડા પગઢિયા ચઢી ટોચ પર પહોંચી શકો છો.

1 / 6
 આ જંગલમાં સિંહ, દિપડાઓ પણ રહે છે પરંતુ એવું કહેવામાં આવે છે કે, આજ દિવસ સુધી આ જંગલી જાનવરોએ કોઈને મુશ્કેલી આપી નથી. આ એક આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસની પરિક્રમા માનવામાં આવે છે. જંગલમાં 24 કલાક અલગ અલગ સ્થળે ભંડારાઓ ધમધમતા હોય છે. (PHOTO : yatradham.org)

2 / 6
ગિરનારની પરિક્રમા એક ધાર્મિક પરંપરા છે અને લોકો નદીના વહેણની જેમ આવે છે અને જાય છે, જૂની પેઢીની સાથે યુવાનો અને બાળકો પણ આ પરંપરાને અનુસરે છે અને પ્રકુતિનો આનંદ લઈ પરિક્રમા પૂર્ણ કરે છે. જો તમે ગિરનારની પરિક્રમામાં જવાનો પ્લાન કરી રહ્યા છો. તો તમે બસ, ટ્રેન અને ફ્લાઈટ દ્વારા અહિ પહોંચી શકો છો. (PHOTO : yatradham.org)

3 / 6
12 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમા શરુ થશે. જો તમે પણ પરિક્રમા માટે બેગ પેક કરી લીધું છે, તો પ્લાસ્ટિક લઈ જવા પ્રતિબંધ છે. તો તમારા બેગમાં પ્લાસ્ટિક નથી ને એક વખત ચેક કરી લેજો. જંગલમાં પ્લાસ્ટિક લઈ જવા પર પ્રતિંબંધ છે. જો કોઈ શ્ર્દ્ધાળુ આનો ભંગ કરશે તો 25 હજાર રુપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે.

4 / 6
આ પરિક્રમા કારતક સુદ અગીયારસે ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે. ગિરનાર લીલી પરિક્રમામાં આવતા યાત્રાળુઓ માટે જૂનાગઢ માટે સ્પે ટ્રેનો પણ શરુ કરવામાં આવી છે.

5 / 6
ગિરનાર ફરતે દર વર્ષે યોજાતી આ પાવનકારી પરિક્રમામાં લાખો લોકો આવતા હોવાથી તેમની વ્યવસ્થા જાળવવા માટે જુનાગઢનાં પોલીસ સ્ટાફ તરફથી મજબુત વ્યવસ્થા ગોઠવવામાં આવે છે.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">