Travel Tips : આ વખતે પરિવાર સાથે ઘરે આ રીતે સેલિબ્રેટ કરો ન્યુયર પાર્ટી, પાર્ટી બની જશે યાદગાર
નવા વર્ષનું સ્વાગત દરેક લોકો ઉત્સાહની સાથે કરે છે. લોકો પોતાના મિત્રો, પરિવાર અને નજીકના સંબંધીઓ સાથે મળી ન્યુયર પાર્ટીનો જશ્ન મનાવવાનું પસંદ કરે છે. જો તમે પણ આ વખતે ન્યુયર પાર્ટીનું તમારા ઘરે આયોજન કરી રહ્યા છો. તો પાર્ટી યાદગાર બની જશે.

2026ની શરુઆત થવાને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ દિવસે દરેક લોકો નવા વર્ષનું સ્વાગત ધામધુમ અને ઉત્સાહ સાથે મનાવે છે. દરેકે લોકો આ દિવસને પોતાની રીતે સેલિબ્રેટ કરવાનું પસંદ કરે છે. કેટલાક લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે ફરવા જાય છે. તો કોઈ 31 ડિસેમ્બર કે 1 જાન્યુઆરીના રોજ પાર્ટી માટે જાય છે. તો કેટલાક લોકો પોતાના ઘરે રહીને નવા વર્ષનું સ્વાગત કરવાનું પસંદ કરે છે.

જો તમે પણ પરિવાર કે મિત્રો સાથે ઘરે નવા વર્ષ પાર્ટીનું આયોજન કરવાનું વિચારી રહ્યા છો તો. આ પળને યાદગાર બનાવવા માટે તમે પહેલાથી જ પરફેક્ટ પ્લાનિંગ કરી શકો છો. નવા વર્ષેની પાર્ટીનું તમારા ઘરે આયોજન કરતી વખતે, તમે દરેક પ્રસંગને મનોરંજક અને યાદગાર બનાવવા માટે આ ટિપ્સને અનુસરી શકો છો.

પાર્ટીને યાદગાર બનાવવા માટે તમે થીમ બેસ આયોજન કરી શકો છો. તમે બ્લેક એન્ડ વ્હાઈટ,હોલિવુડ ગ્લેમર, વિંટર વંડરલેન્ડ, બોલિવુડ નાઈટ,ગિલ્ટઝ એન્ડ ગ્લૈમ જેવી થીમ પસંદ કરી શકો છે. આ સાથે તમારી થીમ મુજબ ડેકોરેશન,ડ્રેસ કોડ અને પાર્ટીમાં ગેમ્સ પણ તૈયાર કરો,જે પાર્ટીને યાદગાર બનાવવા માટે બેસ્ટ રહેશે.

પાર્ટીની મજા મ્યુઝિક અને ડાન્સ વગર અધુરી છે. આ માટે તમે એક સ્પીકર રાખી શકો છો. તમે તમારી પાર્ટી માટે તમારા ફેવરિટ ગીતનું લિસ્ટ પહેલાથી તમારા ફોનમાં ડાઉનલોડ કરી તૈયાર રાખી શકો છો. તમારા મનપસંદ ગીત તમારી પાર્ટીને ડબલ મજા કરાવશે. પાર્ટીને વધુ આનંદદાયક બનાવવા માટે તમે રમતો અને પ્રવૃત્તિઓનું પણ આયોજન કરી શકો છો.

પાર્ટી દરમિયાન ડેકોરેશન ખુબ જરુરી હોય છે. આ માટે તમે ઘરને સુંદર રીતે સજાવી શકો છો. સજાવટ માટે તમે રંગબેરંગી બ્લબ, ઝાલર, રંગબેરંગી લાઈટનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે એક કાર્ડબોર્ડ પર ન્યુયર સેલિબ્રેટ સાથે જોડાયેલી સેલ્ફી ફ્રેમનો પણ ઉપયોગ કરી શકો છો.

આ દિવસે તમારા ઘરે તમારા મિત્રો કે પરિવારની સાથે મુવી નાઈટનો પણ પ્લાન કરી શકો છો.આ માટે તમારે કોઈ તામઝામ કરવાની જરુર રહેશે નહી. સાથે બહારથી કોઈ ફુડ પણ બનાવવું પડશે નહી. તમે ઘરે અવનવી વાનગીઓ બનાવી મોજ માણી શકો છો. આ સિવાય ફિલ્મ જોતા નાસ્તાનો પણ આનંદ માણી શકો છો. (all photo : canva)
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
