Travel Tips : શિવ ભક્તો માટે ગુજરાતમાં શ્રાવણ મહિનામાં ફરવા માટે બેસ્ટ શિવ મંદિરો, જુઓ ફોટો
શ્રાવણ મહિનો આવતા જ મંદિરો હર હર મહાદેવના નાંદથી ગુંજી ઉઠે છે. ગુજરાતમાં માત્ર સોમનાથ મંદિર જ નહીં, ગુજરાતમાં બીજા અનેક શિવ મંદિરો આવેલા છે, જે ભક્તોને શાંતિનો અનુભવ કરાવે છે. તો ચાલો જોઈએ શ્રાવણ મહિનામાં ફરવા માટે બેસ્ટ ગુજરાતના શિવ મંદિરો વિશે.

જ્યારે પણ આપણે ગુજરાતની વિશેષતાઓ વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણે તેના ફુડ વિશે વાત કરીએ છીએ. પરંતુ ગુજરાતનું ફુડ જ વિશેષ નથી, પરંતુ આ રાજ્ય આધ્યાત્મિક દૃષ્ટિકોણથી પણ એટલું જ મહત્વપૂર્ણ છે. અહીં અનેક શિવ મંદિરો છે, જે શિવભક્તો ખુબ ખાસ છે.

સોમનાથ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. તેમજ બાર જ્યોર્તિલિંગ મંદિરોમાંથી એક છે. સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલું ભવ્ય મંદિર છે. સોમનાથ જવા માટે તમને કોઈ પણ શહેરમાંથી બસ મળી જશે. તેમજ તમને જૂનાગઢ,જામનગર, પોરબંદર અને દ્વારકાથી પણ આરામથી બસ અને ટ્રેન મળી જશે.

નાગેશ્વર મંદિર ગુજરાતના જામનગર જિલ્લાથી અંદાજે 12 કિમી દુર આવેલું છે.મંદિરની આગળના ભાગમાં ભગવાન શિવની 85 ફીટ ઉંચી મૂર્તિ આવેલી છે. જે પણ લોકો દ્વારકા કે બેટ દ્વારકાની મુલાકાતે આવે છે. તે નાગેશ્વર જ્યોર્તિલિંગની જરુર મુલાકાત લે છે. અહી પહોંચવા માટે તમને લોકલ વાહનો આરામથી મળી જશે.

જુનાગઢ શહેરથી ભવનાથ 7 કિ.મી. દુર આવેલું છે. પ્રસિધ્ધ ગિરનાર પર્વતમાળાની તળેટીમાં ભવનાથ મંદિર આવેલું છે, શ્રાવણ મહિના તેમજ મહાશિવરાત્રી અને પરિક્રમા દરમિયાન અહી ભક્તોની ખુબ ભીડ જોવા મળે છે.

ગુજરાતમાં ભગવાન શિવનું એક મંદિર છે, જેનો અભિષેક ખુદ સમુદ્ર કરે છે. સ્તંભેશ્વર મહાદેવ મંદિર ગાંધીનગરથી લગભગ 175 કિમી દૂર છે.આ મંદિર વડોદરાથી 85 કિમી દૂર જંબુસર તાલુકાના કાવી-કંબોઈ ગામમાં છે.મંદિર સુધી પહોંચવા માટે ઘણી બસો અને અન્ય તમારી પ્રાઈવેટ કાર લઈને પહોંચી શકો છે.

ગળતેશ્વર મંદિર પ્રાચીન શિવ મંદિર છે, જે ગુજરાતના ખેડા જિલ્લાના ડાકોર નજીક ગળતેશ્વર તાલુકાના સરનાલ ગામ નજીક આવેલું છે.સૌથી નજીકનું એરપોર્ટ 78 કિમી વડોદરા છે તથા અમદાવાદ એરપોર્ટ 90 કિમી દુર આવેલું છે. નડીયાદ અને આણંદ સૌથી નજીકના રેલ્વે સ્ટેશન છે. જે આણંદથી 51 કિ.મી. અને નડીયાદ થી 50 કિ.મી. દુર આવેલું છે. ખાનગી અને એસટી બસો અમદાવાદ, વડોદરા અને આણંદથી પણ મળી જશે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
