Travel Tips : જો તમે બેચલર પાર્ટીનું આયોજન કરી રહ્યા છો, તો આ સુંદર સ્થળ જોઈ તમે ગોવા અને શિમલા-મનાલીને પણ ભૂલી જશો
બેચરલ પાર્ટીનો આજકાલ ખુબ ટ્રેન્ડ છે. લગ્ન પહેલા જ્યારે ખુલીને મોજ મસ્તી કરવાની વાત આવે છે. ત્યારે કેટલીક મહિલાઓ બેચલર પાર્ટી કરવાનું વધારે પસંદ કરે છે. તો જો તમે પણ બેચલર પાર્ટીનું આયોજન કરી રહ્યા છો. તો ગુજરાતના આ સ્થળો બેસ્ટ છે.

અરેન્જ મેરેજ હોય કે લવ મેરેજ લગન જીવનની શરુઆત કરવાને લઈ મહિલા અને પુરુષ ખુબ જ ઉત્સાહિત હોય છે. તેમણે ખબર હોય છે કે, લગ્નજીવનમાં પ્રેવશ કર્યા બાદ તેમની જવાબદારીઓ વધશે. આ માટે કેટલીક મહિલાઓ મોજ મસ્તી કરવાનું પસંદ કરે છે.

લગ્ન પહેલાં મજા માણવાની વાત આવે ત્યારે, બેચરલ પાર્ટીની વાત જરુર આવે છે. ઘણી સ્ત્રીઓ ઘરે બેચરલ પાર્ટીઓનું આયોજન કરે છે, જ્યારે અન્ય નજીકમાં કોઈ સુંદર સ્થળ પસંદ કરે છે.આજે અમે તમને ગુજરાતના બેસ્ટ સ્થળો વિશે જણાવીશું જ્યાં તમે બેચરલ પાર્ટીનું આયોજન કરી શકો છો.

જો તમે હિલ સ્ટેશન પર બેચરલ પાર્ટીનું આયોજન કરવા માંગો છો. તો સાપુતારા તમારા માટે બેસ્ટ રહેશે.અહી મહિલાઓ સોલો ટ્રિપ પર પણ આવવાનું પસંદ કરે છે. ફ્રેન્ડ સાથે બેચરલ પાર્ટી પર તમે સાપુતારાની નજીકના સ્થળોની પણ મુલાકાત લઈ શકો છો.

બેચરલ પાર્ટી માટે બીચની વાત આવે તો ગુજરાતમાં અનેક બીચ આવેલા છે. શિવરાજ પુર બીચ, તીથલ બીચ, માધવપુર બીચ,દાંડી બીચ અને માંડડવી સહિત આ બીચની મુલાકાત તમે લેશો તો તમે ગોવાને પણ ભૂલી જશો.

જો તમારો પ્લાન ફ્રેન્ડ સાથે તમારો બેસ્ટ સમયપસાર કરી અને તમારી બેચરલ પાર્ટી યાદગાર બનાવવા માંગો છો. તો તો ગુજરાતના મોટા સીટીમાં આજકાલ અનેક મોટા કેફે આવેલા છે. જ્યાં તમે રાત્રે ડિનરનો પ્લાન કરી મ્યુઝિક નાઈટનો પણ આનંદ માણી શકો છો.

આમ તો તમે તમારા બજેટને અનુકુળ બેચરલ પાર્ટીનું આયોજન કરી શકો છો. ગુજરાતની બહાર જો તમે બેચરલ પાર્ટીનું આયોજન કરવા માંગો છો, તો દેહરાદુન, ગોકર્ણ,ઋષિકેશ, ગોવા ,શિમલા-મનાલી તેમજ માઉન્ટ આબુ જેવા સ્થળો પર બેચરલ પાર્ટીનું આયોજન કરી શકો છો. (photo : canva)
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
