સિંહ કે વાઘ નહીં, આ નાનકડા જીવ છે વિશ્વના TOP 5 ખતરનાક પ્રાણી, જે લે છે લાખો લોકોના જીવ
આપણે બધા જાણીએ છીએ કે સિંહ અને વાળ જેવા પ્રાણીઓ વિશ્વના સૌથી ખતરનાક પ્રાણીઓ છે. પરંતુ તે એવું નથી. મચ્છર એ આ વિશ્વનો સૌથી ખતરનાક જીવ છે. મચ્છરના કરડવાથી વિશ્વભરમાં દર વર્ષે 7 લાખ 25 હજારથી વધુ લોકો મરે છે.

વીંછીનું નામ વિશ્વના Top 5 સૌથી વધુ ખતરનાક પ્રાણીઓની લીસ્ટમાં પાંચમાં નંબરે છે. વીંછીની જાત દર વર્ષે સરેરાશ 3300 લોકોના જીવ લે છે છે.

કિસિંગ બગ્સ (Kissing Bugs) વિશ્વના સૌથી ખતરનાક પ્રાણીઓમાંનું એક છે. આ એક પ્રકારનું જંતુ છે જેના કરડવાથી ચગાસ નામનો રોગ થાય છે. કિસિંગ બગ્સ દર વર્ષે વિશ્વભરમાં સરેરાશ 10,000 લોકોના જીવ લે છે.

આપણે બધા કૂતરાઓને ખૂબ પ્રેમ કરીએ છીએ. અને ઘણા લોકો ઘરોમાં ઉછેર પણ કરતા હોય છે. પરંતુ કૂતરાઓ વિશે આ માહિતી જાણ્યા પછી તમે તેમનાથી ડરશો. તમને જણાવી દઈએ કે દર વર્ષે સરેરાશ 59 હજાર લોકો કૂતરાના કરડવાથી મૃત્યુ પામે છે.

આપણે બધા જાણીએ છીએ કે સાપ ખૂબ જોખમી છે. જો કે વિશ્વમાં હાજર તમામ જાતિના સાપ જોખમી નથી હોતા. તેમ છતાં સરેરાશ 1 લાખ 38 હજાર લોકો સાપના કરડવાથી મૃત્યુ પામે છે.

મચ્છર એ વિશ્વનું સૌથી ખતરનાક અને વિકરાળ પ્રાણી છે. હા, તમે બરાબર વાંચ્યું છે. સિંહો કે વાઘ નહીં પરંતુ મચ્છરો આ પૃથ્વી પરના સૌથી ખતરનાક પ્રાણીઓ છે. આ નાના ઉડતા જીવો મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગો ફેલાવે છે. મચ્છરના કરડવાથી થતા આ રોગોને લીધે વિશ્વભરમાં દર વર્ષે સરેરાશ 7 લાખ 25 હજાર લોકો મૃત્યુ પામે છે.
