Cannes Film Festival 2025 : સુરતની ફેશન ડિઝાઇનર ટિના રાંકા પહોંચી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં, જુઓ Photos
સુરતની ફેશન ડિઝાઇનર ટિના રાંકાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કર્યું. તેમણે હસ્તકલાથી બનેલો થીયલ પોશાક પહેરીને રેડ કાર્પેટ પર ચમક્યા

ફ્રાન્સમાં ચાલી રહેલા પ્રતિષ્ઠિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સુરતની ફેશન ડિઝાઇનર ટિના રાંકાએ રેડ કાર્પેટ પર પોતાનું વિશિષ્ટ હસ્તકલા થીયલ પોશાક પહેરીને ભારતની વિવિધ સંસ્કૃતિઓની ઝલક રજૂ કરી.

કાન્સમાં સુરત તરફથી હાજરી આપનાર ટિના રાંકા પ્રથમ ફેશન ડિઝાઇનર બની છે. રાજસ્થાનના નાના શહેરમાંથી આવેલી ટિના રાંકા છેલ્લા 22 વર્ષથી પરિવાર સાથે સુરતમાં રહે છે.

બાળપણથી જ ફેશન પ્રત્યે જોમ હોવાથી રાજસ્થાનમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી લગ્ન પછી સુરત આવી હતી. એક જોઇન્ટ ફેમિલી અને બે સંતાનોની જવાબદારી વચ્ચે પણ ટિનાએ પોતાની ફેશન લેબલ ‘Tina Ranka’ સફળતાપૂર્વક સ્થાપી છે.

તેમના પરિવારના પૂરાં સહયોગથી તેમણે પોતાની લાગણી, કલ્પના અને સ્ટાઇલની ઊંડી સમજ સાથે એક વિશિષ્ટ ઓળખ બનાવી છે.

ટિના રાંકા માને છે કે મહેનત અને પ્રતિબદ્ધતાથી દરેક ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ આપવો જોઈએ. તેમાં કોઈ સમાધાન ન હોવો જોઈએ. તેમના ડ્રેસ ડિઝાઇન કરવાની ફિલોસોફી એવી છે કે દરેક મહિલાને આત્મવિશ્વાસ અને આરામદાયક અનુભવ મળે. જે માટે તેઓ સુંદરતા માટેની ખામી વગરની વ્યાખ્યા તરીકે માને છે. (All Image - Instagram)
સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. સુરતના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
