એક વાર નહીં, બે વાર નહીં પરંતુ 20 વાર બદલાયું છે ભારતના આ શહેરનું નામ
ભારતમાં દરેક શહેર પોતાની કઈંકને કઈંક ખાસિયત માટે જાણીતું છે. કેટલાક શહેરો વિશ્વભરમાં જાણીતા છે, જ્યારે કેટલાક શહેરો તો અજાણ્યા છે. જો કે, કેટલાક શહેરો ધાર્મિક પર્યટન સ્થળોથી શણગારેલા જોવા મળે છે, જ્યારે કેટલાક શહેરો ખાવા-પીવાથી આકર્ષાય છે.

ભારતના દરેક શહેરના રીતરિવાજ અલગ હોય છે. કોઈ પહેરવેશથી પ્રખ્યાત થાય છે તો કોઈ તેની સંસ્કૃતિથી પ્રખ્યાત થાય છે. એવામાં ભારતની અંદર એક એવું શહેર છે કે, જે તેના નામથી ચર્ચામાં આવ્યું છે. તમને સાંભળીને નવાઈ લાગશે પરંતુ ભારતમાં એક શહેર એવું છે કે જેનું નામ એક વાર નહીં, બે વાર નહીં પરંતુ 20 વાર બદલાયું છે.

દરેક વ્યક્તિ જાણે છે કે, ભારતના દરેક શહેરનું નામકરણ કરવામાં આવ્યું છે. જો કે, સમય અને લોકોની માંગને ધ્યાનમાં રાખીને કેટલીક વખત શહેરોના નામમાં ફેરફારો કરવામાં આવે છે. હા, આવું જ કઈંક ભારતના એક શહેર સાથે થયેલું છે. વાત એમ છે કે, રાજા-રજવાડાઓથી લઈને બ્રિટિશ હૂકુમત દરમિયાન ભારતમાં આવેલ આ શહેરનું નામ લગભગ 20 વાર બદલવામાં આવ્યું છે.

આ શહેરની વાત કરીએ તો, આ શહેરનું નામ હાલમાં કાનપુર છે. બ્રિટિશ શાસન દરમિયાન હોબ્સન જોહ્ન્સને કાનપુર નામ રાખ્યું હતું. ઇતિહાસકારોના મતે વર્ષોથી આ શહેરને કંપુ, કાનપુર, કરણપુર, કાન્હાપુર, કન્હૈયાપુર જેવા નામોથી ઉચ્ચારવામાં આવતું હતું. આ શહેરનું નામ લગભગ 20 વખત બદલાયું છે અને હાલમાં કાનપુરના નામથી પ્રખ્યાત છે.

ઉત્તર પ્રદેશના પશ્ચિમમાં આવેલું કાનપુર ઔદ્યોગિક રાજધાની તરીકે પણ ઓળખાય છે. આ યુપીનું એક જૂનું શહેર છે, જે ચામડાના ઉદ્યોગ માટે પ્રખ્યાત છે. 1857ની ક્રાંતિથી લઈને સ્વતંત્રતા સુધી આ શહેરમાં રહેતા લોકોએ ઘણા ઉતાર-ચઢાવનો સામનો કર્યો છે.

જણાવી દઈએ કે, શહેરના ઘણા વિસ્તારોનું નામ અંગ્રેજોના નામ પરથી રાખવામાં આવ્યું છે. 200 વર્ષથી વધુ જૂનું આ શહેર 1803માં ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું.

ઇતિહાસમાં, આ શહેરની સ્થાપના રાજા કાન્હા દેવ દ્વારા કરવામાં આવી હોવાનો ઉલ્લેખ છે. કાનપુરમાં ઓછા પગાર સાથે પણ લોકો પોતાનું ગુજરાન સારી રીતે ચલાવી શકે છે.

કાનપુરની પાસે બિથુર નામનું એક સ્થળ આવેલું છે. બિથુર કાનપુરથી લગભગ 22 કિલોમીટર દૂર ગંગા નદીના કિનારે આવેલું છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર, ભગવાન બ્રહ્માએ અહીં બ્રહ્માંડની રચના કરી હતી. આ ઉપરાંત, ત્રેતા યુગમાં માતા સીતાએ બિથુરમાં લવ અને કુશને જન્મ આપ્યો હતો.

વૈજ્ઞાનિકોના મતે, બિથુર પૃથ્વીનું કેન્દ્રબિંદુ છે. ધ્રુવે અહીં તપસ્યા કરીને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા હતા. અહીં તમને ઝેડ સ્ક્વેર મોલ, રેવમોતી મોલ, ઇસ્કોન મંદિર, મોતીઝીલ પાર્ક સહિત ઘણી બધી મુલાકાત લેવા જેવી જગ્યાઓ મળશે. (Photo Credit: Adobe AI Image)
(Disclaimer: લેખમાં દર્શાવેલ ફોટો કાલ્પનિક છે. બીજું કે, અહીં આપેલી માહિતી ફક્ત માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. TV9 Gujarati કોઈપણ પ્રકારની માન્યતા કે માહિતીની પુષ્ટિ કરતું નથી.)
જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજના વિવિધ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

































































