Antivirus App : સરકારનું આ ફ્રી ‘રક્ષા કવચ’ તમને વાયરસના હુમલાથી બચાવશે, આ રીતે કરો ડાઉનલોડ
Malware Attack : તમે હંમેશા તમારા ફોનની સેફ્ટી અને સિક્યોરિટીની ચિંતા કરો છો, પરંતુ શું તમે જાણો છો કે તમે તમારા સ્માર્ટફોનને કેવી રીતે સલામત રાખી શકો છો? આજે અમે તમને જણાવીશું કે તમે તમારા મોબાઈલ ફોનને વાયરસ Attack થી કેવી રીતે બચાવી શકો છો.

Antivirus app : ફોન પર Malware અને Virus એટેક ચિંતાનો વિષય છે. કેટલીકવાર આપણે કોઈ એવી ભૂલ કરીએ છીએ કે જેના માટે આપણે પરિણામ ભોગવવું પડે છે અને આપણા ફોનની સલામતી અને સુરક્ષા જોખમમાં આવી જાય છે. જો તમે પણ તમારા મોબાઈલ ફોનને વાઈરસના હુમલાથી બચાવવા ઈચ્છો છો, તો તમારા માટે તમારા સ્માર્ટફોનમાં એક સારી એન્ટિવાયરસ એપ હોવી ખૂબ જ જરૂરી છે.

Tech Tips : હવે સવાલ એ થાય છે કે ફોનમાં કઈ એન્ટીવાયરસ એપ રાખવી જોઈએ? Cyber Swachhta Kendra, સરકારની આ ઓફિશિયલ વેબસાઇટનું નામ યાદ રાખો. કારણ કે આ સાઇટ તમને ઘણી મહત્વપૂર્ણ માહિતી આપે છે. આ ઓફિશિયલ સાઈટ પર તમને કેટલીક એપ્સ વિશે જાણવા મળશે, જે સરકાર દ્વારા માન્ય છે.

આ Antivirus App શું છે અને તમે આ એપ્સ ક્યાં ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકો છો? આમાંથી એક સરકારી એપ્લિકેશન પણ છે જેને તમે સુરક્ષા માટે અને વાયરસના હુમલાથી બચવા માટે તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરી શકો છો.

Antivirus App : Cyber Swachhta Kendra ની વેબસાઈટના હોમપેજ પર સિક્યોરિટી ટૂલ્સ સેક્શન પર ક્લિક કરતાની સાથે જ આ પેજ પર કેટલીક એન્ટિવાયરસ એપ્સ વિશે માહિતી આપવામાં આવે છે. તમારા મોબાઇલ ફોનની સલામતી માટે તમે તમારા ફોનમાં eScan CERT-In Bot Removal અને M-Kavach 2 એપ ઇન્સ્ટોલ કરી શકો છો. ચાલો તમને એક પછી એક બંને એપ્સ વિશે માહિતી આપીએ.

eScan CERT-In Bot Removal : આ એપ CERT-In (ભારતીય કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ)ના સહયોગથી વિકસાવવામાં આવી છે. આ એપ સૌપ્રથમ ફોનમાં બૉટ્સ, ઈન્ફેક્ટેડ ફાઇલ્સ અને માલવેરને શોધી કાઢે છે અને પછી તે બધાને ડિવાઈસમાંથી રિમુવ કરવાનું કામ કરે છે.

M-Kavach 2 : C-DAC હૈદરાબાદે MeitY (ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય)ના સહયોગથી M-Kavach 2 વિકસાવ્યું છે. આ એપ એક એન્ડ્રોઇડ મોબાઇલ સિક્યોરિટી એપ્લિકેશન છે જે તમને ગૂગલ પ્લે સ્ટોર પર મળશે. આ એપ તમારા એન્ડ્રોઇડ ડિવાઇસને જોખમોથી બચાવવા માટે કામ કરે છે.
