આવી રહી છે ટાટાની વધુ એક ઈલેક્ટ્રિક કાર, પ્રીમિયમ ફીચર્સ સાથે મળી શકે છે 500 કિમીની રેન્જ
ટાટા હેરિયર ઈલેક્ટ્રિક કાર લોન્ચ થવા જઈ રહી છે. આ પહેલાં ટાટા હેરિયર EVને દિલ્હીમાં યોજાઈ રહેલા ઈન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સપોમાં રજૂ કરવામાં આવી છે. આ આવનારી ઈલેક્ટ્રિક કારની ફાઈનલ ડિઝાઈન અને અન્ય વિગતો સામે આવી છે. ઇલેક્ટ્રીક હેરિયરને તેના કોન્સેપ્ટ મોડલની જેમ જ લીલા રંગમાં ડિઝાઇન કરવામાં આવી છે.

ટાટા હેરિયર EVને દિલ્હીમાં યોજાઈ રહેલા ઈન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સપોમાં રજૂ કરવામાં આવી છે. આ આવનારી ઈલેક્ટ્રિક કારની ફાઈનલ ડિઝાઈન અને અન્ય વિગતો સામે આવી છે. ઇલેક્ટ્રીક હેરિયરને તેના કોન્સેપ્ટ મોડલની જેમ જ લીલા રંગમાં ડિઝાઇન કરવામાં આવી છે.

હેરિયર EVમાં નવી સ્ટાઈલની ગ્રિલ, અપડેટેડ ફ્રન્ટ બમ્પર, સ્પ્લિટ સેટઅપ સાથે હેડલેમ્પ્સ અને નવો LED લાઈટ બાર છે. આ સિવાય કારમાં એલોય વ્હીલ્સ, બ્લેક ક્લેડીંગ, ફ્લશ ડોર હેન્ડલ્સ, ઈવી બેજ, નવી ડિઝાઈનના ટેલ લેમ્પ આપવામાં આવ્યા છે.

ટાટા હેરિયર ઈવી Acti.ev પ્લેટફોર્મ પર બનેલ છે. આ પ્લેટફોર્મ ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ, રીઅર વ્હીલ ડ્રાઈવ અને ઓલ વ્હીલ ડ્રાઈવ એમ ત્રણેય સિસ્ટમોને સપોર્ટ કરે છે.

લીક થયેલી વિગતો અનુસાર હેરિયર EV ટેક-ફ્રેન્ડલી કેબિન, લાર્જ-સ્ક્રીન વાળી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, નવી ટ્વીન-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ, નવી સેન્ટ્રલ ટનલ, રોટરી ડાયલ, મલ્ટિપલ ડ્રાઇવિંગ મોડ્સ, ટચ પેનલ સાથે એસી વેન્ટ્સ જેવી સુવિધાઓ સાથે લાન્ચ થશે.

હાલમાં ઇલેક્ટ્રિક હેરિયરની મોટર અને અન્ય વિશિષ્ટતાઓ જાહેર કરવામાં આવી નથી. જો કે, એવી અપેક્ષા છે કે આ કાર ડ્યુઅલ મોટર અને ઓલ વ્હીલ ડ્રાઇવ સેટઅપ સાથે આવશે. તે વાહન ટુ લોડ અને વ્હીકલ ટુ વ્હીકલ ચાર્જીંગ ક્ષમતા સાથે આવશે. તેમાં 60kWh બેટરી પેક હોઈ શકે છે. જે એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી, તે 400થી 500 કિલોમીટરની રેન્જ મેળવશે.
