Travel Tips : લોકસંસ્કૃતિને જોવા, જાણવા અને માણવા માટે, ગુજરાતના સૌથી મોટા તરણેતરના મેળામાં જવાનો બનાવો પ્લાન

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સ્ટેશનથી છ કિલોમીટર દૂર તરણેતરનો મેળો ભરાય છે. જંગલમાં તરણેતરનું પ્રાચીન મંદિર છે. એમ કહેવાય છે કે વાસુકિ નાગની આ ભૂમિ છે. આ ભૂમિ દેવપાંચાલ તરીકે જાણીતી છે.

| Updated on: Sep 02, 2024 | 4:38 PM
 આજે પણ સૌરાષ્ટ્રભરનાં લોકનૃત્ય જાણીતાં છે. આ મંદિરના પ્રાંગણમાં મેળો ભરાય છે. તેથી તે મંદિરના નામ કરતાં તરણેતરના મેળાના સ્થાન તરીકે જાણીતું બન્યું છે.તરણેતરનો મેળો  રાસ, તાલ,  અને નૃત્યની ર્દષ્ટિએ તેમજ ભાતીગળ પોશાકના વૈવિધ્યથી દેશવિદેશમાં ખૂબ લોકપ્રિય બન્યો છે.

1 / 5
તરણેતરનો મેળો યૌવન, રંગ, રૂપ, મસ્તી, લોકગીત, દુહા અને લોકનૃત્યનો મેળો છે. સૌરાષ્ટ્રની સમૃદ્ધ લોકસંસ્કૃતિને જોવા, જાણવા અને માણવા માટે તરણેતરના મેળામાં જવાનો પ્લાન બનાવો.

2 / 5
તરણેતરના મેળાને ભવ્ય ભાતીગળ સાંસ્કૃતિકનો મેળો પણ કહેવામાં આવે છે.આ વર્ષે તરણેતર મેળો 6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર, 2024 દરમિયાન યોજાશે.થાન તાલુકાના તરણેતર ગામમાં ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં ભાદરવા સુદ-૩ના દિવસથી આ મેળાનો પ્રારંભ થાય છે.

3 / 5
જો તમારે તરણેતરના મેળામાં જવું હોય તો સૌથી પહેલા તમારે સુરેન્દ્રનગર જવાનું રહેશે. ત્યાંથી થાનગઢ અહિ થોડા કિલોમીટર દુર તરણેતરનો મેળો ભરાય છે. ચોટીલાથી 39 કિલોમીટર દુર આવેલું છ. તરણેતરમાં મેળામાં તમે બસ, કે પછી પ્રાઈવેટ કાર દ્વારા જઈ શકો છો. તેમજ ટ્રેનમાં જવું હોય તો સુરેન્દ્ર નગર સુધી ટ્રેનમાં બેસી, ત્યાંથી વાહનમાં તરણેતરના મેળામાં જઈ શકો છો.

4 / 5
આ મેળામાં દેશ વિદેશના મહેમાનો પણ આવે છે. તેમજ મહત્વની વાત તો એ છે કે, પશુપ્રદર્શનની હરીફાઈનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. સાથે ગ્રામિણ ઓલિમ્પિકનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં પરંપરાગત રમતોનો સમાવેશ કરવામાં આવે છે.  (all photo : gujarattourism)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">