Vastu Tips : રાત્રે સૂતાં પહેલા ઓશિકા નીચે મીઠું રાખો, ફાયદા જાણશો તો આશ્ચર્યચકિત રહી જશો!
જો તમે રાત્રે સૂતી વખતે ઓશિકા નીચે મીઠું નથી રાખતા, તો તમારે આજથી જ તેને રાખવાનું શરૂ કરી દેવું જોઈએ. આ એક નાનકડો ઉપાય તમને ઘણી રીતે ફાયદો કરાવી શકે છે.

વાસ્તુશાસ્ત્રનું મહત્વ આપણા જીવનમાં ઘણું ખાસ છે. જ્યારે આપણે વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલ નિયમોનું યોગ્ય રીતે પાલન કરીએ છીએ, ત્યારે આપણને તેના પરિણામો ખૂબ જ શુભ જોવા મળે છે. આ ઉપરાંત જો આપણે વાસ્તુના નિયમોને અવગણીએ છીએ તો તેના પરિણામો નકારાત્મક જોવા મળે છે.

ખાસ વાત તો એ કે, આપણા વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે આપણે દરરોજ રાત્રે સૂતી વખતે ઓશિકા નીચે મીઠું રાખવું જોઈએ. તો ચાલો જાણીએ કે, કેમ ઓશિકા નીચે મીઠું રાખવું જોઈએ અને તેનાથી ફાયદા શું થાય.

જો તમને લાગે છે કે તમારા ઘરમાં વાસ્તુ દોષ છે, તો તમારે સૂતી વખતે ઓશિકા નીચે મીઠાની પોટલી રાખવી જોઈએ. આ ઉપરાંત, જો તમારા જીવનમાં તણાવ ઘણો વધી ગયો હોય, તો પણ તમે મીઠાની પોટલી ઓશિકા નીચે રાખી શકો છો. તમારે શુક્રવારે રાત્રે મીઠાની પોટલી ઓશિકા નીચે મૂકવી અને દર શુક્રવારે તેને બદલતા રહેવી. 11 અઠવાડિયા સુધી આ કામ કરવાથી તમને તમારા ઘરમાં ફાયદા દેખાવા લાગશે.

જો તમારી આર્થિક સ્થિતિ સારી ન હોય તો, રાત્રે સૂતી વખતે ઓશિકા નીચે મીઠાની પોટલી રાખવી જોઈએ. સૂતા પહેલા, હાથમાં મીઠાની પોટલી લઈને 'ૐ ધનાય નમઃ' મંત્રનો જાપ શરૂ કરો. તમારે આ કામ '11 વાર' કરવું જોઈએ. તમે આ કામ થોડા દિવસો સુધી કરશો તો તમને થોડા જ સમયમાં ફાયદો જોવા મળશે.

જો તમે નકારાત્મક ઉર્જાથી છુટકારો મેળવવા માંગતા હોવ, તો તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા ઓશિકા નીચે મીઠાની પોટલી રાખવી જોઈએ. આવું કરવાથી તમારા જીવનમાંથી નકારાત્મક ઉર્જા ધીમે ધીમે ગાયબ થઈ જશે. આ ઉપરાંત, રાત્રે ઓશિકા નીચે મીઠું રાખવાથી તમને સારી ઊંઘ પણ આવે છે.

બસ આ કામ કરો ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. સરળ શબ્દોમાં કહીએ તો, મીઠાની થેલીમાં ફક્ત સાદું મીઠું મુકી રાખવું. આ સિવાય દર અઠવાડિયે તેને બદલવાનું ભૂલશો નહીં અને વપરાયેલ મીઠું વહેતા પાણીમાં ફેંકી દો.
વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા આ ટોપિકને ફોલો કરતા રહો.

































































