AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

છોકરાને વિદેશ ભણવા મોકલવો છે ? મોંઘવારી વધે તે પહેલાં જાણી લો આ રોકાણનું ગણિત

દરેક માતા-પિતાનું સપનું હોય છે કે તેમનું બાળક શ્રેષ્ઠ શિક્ષણ મેળવે પરંતુ આજના સમયમાં વધતી જતી મોંઘવારીમાં અભ્યાસનો ખર્ચ પણ આસમાને પહોંચી રહ્યો છે. આવી સ્થિતિમાં, સમયસરનું આયોજન અને સાચું રોકાણ જ તમારા બાળકના સપનાઓને સાકાર કરી શકે છે.

| Updated on: Apr 28, 2026 | 7:21 PM
Share
આજના સમયમાં ઝડપથી મોંઘવારી વધી રહી છે. એવામાં માતા-પિતાને બાળકના શિક્ષણના ખર્ચની ચિંતા સતાવવા લાગે છે. ટૂંકમાં, જે અભ્યાસ આજે 10 લાખ રૂપિયામાં થઈ શકે છે, તે જ 15-20 વર્ષ પછી 35 થી 40 લાખ રૂપિયા સુધી પહોંચી જશે. ખાસ કરીને મેડિકલ, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ અથવા વિદેશમાં અભ્યાસ કરવો હોય, તો તેના માટે એક મોટી રકમની જરૂર પડે છે. એવામાં માત્ર સેવિંગ્સ એકાઉન્ટમાં પૈસા જમા કરવા પૂરતા નથી પણ યોગ્ય સમયે યોગ્ય રોકાણ શરૂ કરવું ખૂબ જ જરૂરી બની જાય છે.

1 / 5
જો કોઈ માતા-પિતાનો ટાર્ગેટ હોય કે 15 વર્ષ પછી બાળકના ઉચ્ચ શિક્ષણ (Higher Education) માટે 40 લાખ રૂપિયા તૈયાર હોય, તો તેમણે આજથી જ યોજના બનાવવી જોઈએ. આમાં SIP (Systematic Investment Plan) એક મજબૂત અને સરળ રસ્તો બની શકે છે. SIPમાં દર મહિને એક નક્કી કરેલી રકમનું રોકાણ કરવામાં આવે છે, જેનાથી ધીરે ધીરે મોટું ફંડ તૈયાર થાય છે.

2 / 5
ધારો કે, આજે કોઈ પ્રોફેશનલ કોર્સની ફી 10 લાખ રૂપિયા છે. શિક્ષણની મોંઘવારી (Education Inflation) સરેરાશ વાર્ષિક 9 થી 10% માનવામાં આવે છે. આ હિસાબે 15 વર્ષ પછી આ જ ખર્ચ લગભગ 40 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. જો તમે કોઈ સારા ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો અને સરેરાશ વાર્ષિક 12% વળતર માનીને ચાલો, તો 15 વર્ષમાં 40 લાખ રૂપિયાનું ભંડોળ (Corpus) બનાવવા માટે દર મહિને લગભગ ₹8,000 ની SIP કરવી પડી શકે છે.

3 / 5
જો તમે દર મહિને ₹8,000 નું રોકાણ કરો છો અને તેના પર વાર્ષિક 12% અંદાજિત વળતર (Return) મળે છે, તો 15 વર્ષના અંતે તમારી પાસે એક મોટું ભંડોળ તૈયાર થઈ શકે છે. આ 15 વર્ષ દરમિયાન તમે કુલ ₹14,40,000 જમા કરશો. ચક્રવૃદ્ધિ વ્યાજ (Compound Interest)ની શક્તિને કારણે, આ રકમ પર તમને અંદાજે ₹25,96,608 જેટલી કમાણી (નફો) થશે. આમ, 15 વર્ષ પછી તમારા રોકાણની કુલ કિંમત (Future Value) વધીને ₹40,36,608 જેવી માતબર રકમ થઈ જશે.

4 / 5
હવે આમાં એક વાત સમજવા જેવી છે કે, જેમ-જેમ મોંઘવારી (ઇન્ફ્લેશન) વધશે, તેમ-તેમ તમારે સમયાંતરે SIPની રકમમાં પણ વધારો કરવો જોઈએ, જેથી લાંબાગાળે તમને કોઈ મુશ્કેલી ન પડે. આથી, જો આજે તમે તમારા બાળકના શિક્ષણના ભવિષ્ય વિશે વિચારી રહ્યા હોવ, તો રાહ જોવાને બદલે આજથી જ રોકાણ શરૂ કરવું એ સૌથી સમજદારીભર્યો નિર્ણય ગણાશે.

5 / 5

આ પણ વાંચો: ‘રોકાણકારો’ જે વાતથી ડરી રહ્યા હતા તે જ થયું ! માત્ર એક જ દિવસમાં આટલી સસ્તી થઈ ગઈ ‘ચાંદી’

Follow Us
g clip-path="url(#clip0_868_265)">