AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Breaking News: ગરમીમાં ઠંડી પીણા પીતા પહેલા ચેતજો, છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video

Ahmedabad Breaking News: ગરમીમાં ઠંડી પીણા પીતા પહેલા ચેતજો, છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2026 | 12:32 PM
Share

અમદાવાદમાં છાશવાલાની અંજીર મિલ્ક શેકમાંથી વંદો નીકળ્યાનો વીડિયો વાયરલ થતા ફૂડ સેફ્ટી અંગે ચકચાર મચી ગઈ છે. ગ્રાહકના આરોપ મુજબ શેક હલકી ગુણવત્તાનો હતો અને એક્સપાયરી પહેલા જ બગડી ગયો હતો, જ્યારે મામલાની તપાસની શક્યતા છે.

અમદાવાદમાં ઠંડા પીણા અને કોલ્ડ ડ્રિંક્સની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. શહેરની જાણીતી ‘છાશવાલા’ દુકાનના અંજીર મિલ્ક શેકમાંથી વંદો નીકળ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચકચાર મચી ગઈ છે. ગ્રાહકના આરોપ મુજબ તેમને આપવામાં આવેલ મિલ્ક શેક હલકી ગુણવત્તાનો હતો અને તે એક્સપાયરી ડેટ પૂર્ણ થવા પહેલા જ બગડી ગયેલો લાગતો હતો. ઘટનાની ગંભીરતા વધતાં લોકોમાં ખાદ્ય પદાર્થોની શુદ્ધતા અને હાઈજીન સ્ટાન્ડર્ડ અંગે ચિંતા ફેલાઈ છે.

IIM નજીક આવેલી છાશવાલા બ્રાન્ચનો વીડિયો

મળતી માહિતી મુજબ આ વીડિયો અમદાવાદના પોલિટેકનિક ચાર રસ્તા અને IIM નજીક આવેલી છાશવાલા બ્રાન્ચનો હોવાનું કહેવાઈ રહ્યું છે. વીડિયોમાં મિલ્ક શેકમાં વંદો જોવા મળ્યા બાદ ગ્રાહકે તાત્કાલિક આ બાબતની ફરિયાદ કરી હતી અને સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જે હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

રેસ્ટોરાં અને દુકાનોમાં મળતા પીણાંની સ્વચ્છતા અંગે શંકા

આ ઘટના બાદ સ્થાનિક ગ્રાહકોમાં પણ રેસ્ટોરાં અને દુકાનોમાં મળતા પીણાંની સ્વચ્છતા અંગે શંકા ઉભી થઈ છે. ઘણા લોકો હવે કોલ્ડ ડ્રિંક્સ અને મિલ્ક શેક લેતા પહેલા વધુ સાવચેતી રાખવાની વાત કરી રહ્યા છે. હાલમાં આ મામલે દુકાન સંચાલકો તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી, જ્યારે સ્થાનિક ફૂડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. તપાસ બાદ જ ખરેખર ઘટના શું બની હતી તેની સ્પષ્ટતા થશે.

આ પણ વાંચો- Breaking News : NCRB રિપોર્ટ 2024 મુજબ સુરક્ષા અને કાયદો-વ્યવસ્થામાં દેશભરમાં અગ્રેસર આપણું ગુજરાત

Follow Us
g clip-path="url(#clip0_868_265)">