Morbi Breaking News : મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, કાર-ટ્રક ભયાનક ટક્કરમાં 4ના મોત, જુઓ Video
મોરબી જિલ્લામાં માળીયા હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. માતાના મઢથી પરત ફરી રહેલા દીવના પરિવારના બાળક સહિત ચાર સભ્યોના કરૂણ મોત નિપજ્યા છે.
મોરબી જિલ્લામાં ફરી એકવાર ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. માળીયા હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં એક બાળક સહિત ચાર લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને ઘટનાસ્થળે જ અરેરાટીનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, દીવના ઘોઘલા ગામનો એક પરિવાર માતાના મઢ ખાતે દર્શન કરવા ગયો હતો. દર્શન પૂર્ણ કરીને પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે માળીયા નજીક હરીપર પાટીયા પાસે તેમની કાર ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. ટક્કર અત્યંત જોરદાર હોવાથી કારમાં સવાર ચાર લોકોના મોત થયા હતા.
અકસ્માતમાં માતા અને પુત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી બંનેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ બંનેની સારવાર ચાલી રહી છે.
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનાએ મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.
જસદણ યાર્ડમાં જણસીના ઢગ, લાખોના નુકસાનનો ભય, ગુજરાતમાં કૃષિ બજાર પ્રભાવિત
Ahmedabad: આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેનાર સામે કોર્પોરેશનની લાલ આંખ
બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદથી ખેડૂતોને 'મોટું નુકસાન'
₹25 લાખ સુધીની રેન્ટલ ઇન્કમ પર Tax 'શૂન્ય' કેવી રીતે થાય?
ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો, કેટલાક ગામ રોડ માર્ગે સંપર્ક વિહોણા

