AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : તબીયત બગડ્યા બાદ પ્રેમાનંદ મહારાજનો પહેલો સંદેશ, ભક્તો ભાવુક થયા, જુઓ Video

વૃંદાવનના સંત પ્રેમાનંદ મહારાજ હાલમાં સ્વાસ્થય સંબંધી સમસ્યાઓ સામે ઝઝુમી રહ્યો છે. તેની તબિયત ખરાબ હોવાના સમાચાર સામે આવ્યા બાદ ભક્તો સતત તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. આ વચ્ચે પ્રેમાનંદ મહારાજે ભક્તોને એક સંદેશ આપ્યો છે. જેનાથી ભક્તો ભાવુક થયા છે.

Breaking News : તબીયત બગડ્યા બાદ પ્રેમાનંદ મહારાજનો પહેલો સંદેશ, ભક્તો ભાવુક થયા, જુઓ Video
| Updated on: May 26, 2026 | 9:07 AM
Share

Premanand Maharaj Message : પ્રેમાનંદ મહારાજના સ્વાસ્થને લઈ છેલ્લા કેટલાક દિવસથી ચિંતિત કરોડો ભક્તો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. તબીયત બગડ્યા બાદ એકાંતવાસમાં ગયા બાદ પહેલી વખત વીડિયો શેર કર્યો છે. આ વીડિયો જોઈ ભક્તો પણ ભાવુક થયા છે. પ્રેમાનંદ મહારાજે ભક્તોને કહ્યું હું મળું ના મળું, બોલું ના બોલુ….હું તમને બધાને ખુબ પ્રેમ કરું છું. હાલમાં સ્વાસ્થના કારણે પ્રેમાનંદ મહારાજની સાંજની યાત્રા અને ભક્તો સાથે થનારા વાર્તાલાપ બંધ કરી દેવામાં આવ્યો છે. લાંબા સમયથી રોજ દર્શન અને સત્સંગમાં જનારા ભક્તો પણ આ સમાચારથી ચિંતિંત હતા. ત્યારે પ્રેમાનંદ મહારાજનો સંદેશ આવ્યા બાદ ભક્તોને થોડી રાહત મળી છે.

17 મેથી રાત્રિ પદયાત્રા બંધ

તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસથી પ્રેમાનંદ મહારાજનું સ્વાસ્થ્ય બગડ્યું છે. સ્વાસ્થના કારણે 17મેથી પ્રેમાનંદ મહારાજની સાંજની પદયાત્રા અને ભક્તો સાથે થનારો વાર્તાલાપ બંધ કરવામાં આવ્યો છે. અચાનક દર્શન બંધ થવાથી દેશભરમાં તેના ભક્તો ચિંતિત હતા. અને સતત તેના સારા સ્વાસ્થની પ્રાર્થના કરી રહ્યા હતા.

પ્રેમાનંદ મહારાજનો ભાવુક સંદેશ

ભક્તોની આ ચિંતા જોઈ તેના ઓફિશિયલ પેજ પર એક મહત્વની જાણકારીનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં પ્રેમાનંદ મહારાજે પોતાના ભક્તોને સાંત્વના આપતા કહ્યું કે, તમારે મારી ચિંતા કરવાની નથી. હું બોલ્યા વગર તમારા મગજમાં રહીશ. તેમજ તમે એજ કરશો જે તમારા ગુરુદેવ કહેશે.

પોતાના સંદેશમાં પ્રેમાનંદ મહારાજે કહ્યું કે, થોડો સમય તેઓ એકાંતમાં જ પસાર કરશે. તેમણે કહ્યું મારું મન થશે ત્યારે હું બોલીશ. અત્યારે અમે મૌન ચુપચાપ એકાંતવાસ કરી રહ્યા છીએ. આ સાથે તેમણે બધા ભક્તોને ગુરુ મંત્ર આપતા કહ્યું કે, ખુબ નામ જપ કરો ,રાધા રાનીના આશ્રિત રહો અને સુખી રહો. આ સંદેશ બાદ તેના અનુયાયિઓએ રાહતનો શ્વાસ લીધો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. ભક્તો પોતાના ગુરુદેવના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.

પ્રેમાનંદ મહારાજની તબિયત બગડી, જાણો પરિવાર વિશે અહી ક્લિક કરો

Follow Us
નાણાકીય જીવન સમૃદ્ધ રહેશે, ધ્યાન અને યોગ તરફ વળો
નાણાકીય જીવન સમૃદ્ધ રહેશે, ધ્યાન અને યોગ તરફ વળો
ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે
ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે
મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video
મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">