AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amreli Breaking News : લો બોલો, ભાજપે સામેથી AAPના વિજેતા સભ્યને બનાવ્યા તાલુકા પંચાયતના પ્રમુખ

મને ક મને પણ તાલુકા પંચાયતના પ્રમુખનું પદ સામેથી આમ આદમી પાર્ટીના સભ્યને આપ્યા બાદ, ભાજપના નેતાઓ, તેમની વગ અને રાજકીય તાકાત લાઠીમાં યથાવત રાખવા માટે, કોંગ્રેસની ઈચ્છા ફળીભુત ના થવા દીધીનુ ગાણું ગાઈ રહ્યાં છે. કોંગ્રેસના માત્ર 2 જ સભ્યો વિજય પામ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના 4 સભ્યો તાલુકા પંચાયતની ચૂંટણીમાં વિજયી થયા હતા.

Amreli Breaking News : લો બોલો, ભાજપે સામેથી AAPના વિજેતા સભ્યને બનાવ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2026 | 2:16 PM
Share

અમરેલી જિલ્લાની લાઠી તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતી હોવા છતા, આમ આદમી પાર્ટીના સભ્યને પ્રમુખ બનાવવાની ફરજ પડી છે. ગુજરાતીમાં એક કહેવત છે કે, ન ઘરના કે ના ઘાટના. આ કહેવત લાઠી તાલુકા પંચાયતમાં બહુમતી મેળવનાર ભારતીય જનતા પાર્ટીની થઈ છે. લાઠી તાલુકામાં સ્પષ્ટ બહુમતી હોવા છતા, આજે હોદ્દેદારોની વરણીના દિવસે, ભાજપે સામેથી જ આમ આદમી પાર્ટીમાંથી ઓબીસી જ્ઞાતિના ચૂંટાયેલા સભ્યને પ્રમુખપદ માટેના હારતોરા કરવાની ફરજ પડી હતી.

લાઠી તાલુકા પંચાયતની કુલ 16 બેઠકમાંથી 10 બેઠક સાથે ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી લીધી હતી. 4 સભ્યો આમ આદમી પાર્ટીના જીત્યા હતા. જ્યારે 2 સભ્યો કોંગ્રેસના હતા. જો કે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના પ્રમુખપદના નિયમ મુજબ, લાઠી તાલુકા પંચાયતના પ્રમુખનું પદ ઓબીસી જ્ઞાતિના સભ્ય માટે અનામત હતુ. જો કે ભાજપના 10 સભ્યો તો જીત્યા પરંતુ એક પણ સભ્ય ઓબીસી જ્ઞાતિના જીત્યા નહોતા. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી ઓબીસી જ્ઞાતિના ઉમેદવારોની જીત થઈ હતી. આવી સ્થિતિમાં ના છુટકે, ભાજપે લાઠી તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીમાંથી ઓબીસી જ્ઞાતિના જીતેલા સભ્યને અનામત પ્રથાને કારણે પ્રમુખ બનાવવા પડ્યા છે.

મને ક મને પણ તાલુકા પંચાયતનું પદ સામેથી આમ આદમી પાર્ટીના સભ્યને આપ્યા બાદ, ભાજપના નેતાઓ, તેમની વગ અને રાજકીય તાકાત લાઠીમાં યથાવત રાખવા માટે, કોંગ્રેસની ઈચ્છા ફળીભુત ના થવા દીધીનુ ગાણું ગાઈ રહ્યાં છે. કોંગ્રેસના માત્ર 2 જ સભ્યો વિજય પામ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના 4 સભ્યો તાલુકા પંચાયતની ચૂંટણીમાં વિજયી થયા હતા.

ભાજપના વર્તુળમાંથી એવી વાત વહેતી કરવામાં આવી છે કે, ધારાસભ્ય હિરા સોલંકીના જમાઈ ચેતન શિયાળે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે. જો કે, કોઈ ઓપરેશન નહીં પરંતુ ઈચ્છા ના હોવા છતા સ્વીકારવા જેવી વાત હતી. લાઠીમાં પ્રમુખપદ સાથે તાલુકા પંચાયતમાં સત્તા જાળવવા માટે ભાજપ પાસે વિકલ્પ જ બે હતા. એક કોંગ્રેસ તો બીજો આમ આદમી પાર્ટી. આ બે વિકલ્પમાંથી એકને તો કોઈ પણ ભોગે પસંદ કરવો જ પડે તેવી સ્થિતિ હતી. આથી ભાજપે કોંગ્રેસને બદલે આમ આદમી પાર્ટીના સભ્યને પ્રમુખ બનાવવા પડ્યાં છે.

લાઠી તાલુકાની રાજકીય ગલીયારીઓમાં થઈ રહેલ ચર્ચા મુજબ હિરા સોલંકી હવે તેમના જમાઈને પણ રાજકીય રીતે આગળ કરી રહ્યાં છે. તેથી આ ઘટનાને એક રાજકીય ઓપરેશનનું નામ આપીને તે ચેતન શિયાળે પાર પાડ્યાનું જાહેર કરીને લાઠી તેમજ અમરેલીમાં ચેતન શિયાળનુ રાજકીય કદ વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જો કે ભાજપ આ લાઠી અને અમરેલીમાં પહેલેથી જ મજબૂત સ્થિતિમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ભાજપે ક્યા તો કોંગ્રેસના સભ્યને પ્રમુખ બનાવવા પડે તેમ હતું અથવા તો આમ આદમી પાર્ટીના સભ્યને પ્રમુખ બનાવવા પડે. આવી સ્થિતિમાં લાઠી તાલુકા પંચાયતના સભ્યોએ કોંગ્રેસને બદલે આમ આદમી પાર્ટીના સભ્યને પ્રમુખપદ સોપ્યું. જો કે આગામી સમયમાં લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ બનેલા સભ્ય, તેમના અન્ય સાથીદારોની સાથે મળીને ભાજપનો ભગવો ધારણ કરે તો નવાઈ નહી.

With input Jaydev Kathi, Rajula- Amreli

પાટીદાર અનામત આંદોલન નીતિન પટેલે ઉભુ કર્યુ હતું, તેમનુ રાજકારણ પુરુ થઈ ગયું…ભાજપના કોર્પોરેટરની ઓડિયો ક્લિપ વાયરલ !

Follow Us
રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદીના પૂરથી 10 ગામમાં તારાજી- Video
વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદીના પૂરથી 10 ગામમાં તારાજી- Video
ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ
ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત
જપ-તપ, શક્તિ-ભક્તિ અને સનાતનની શક્તિ સામે વનનો રાજા પણ થઈ જાય નતમસ્તક
જપ-તપ, શક્તિ-ભક્તિ અને સનાતનની શક્તિ સામે વનનો રાજા પણ થઈ જાય નતમસ્તક
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર
ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર
ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર
વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...
વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...
ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video
ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">