AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભાજપના નેતાએ હદ કરી ! ટિકિટનો સોદો, બે નંબરના ધંધા અને દારૂની વહેંચણી… ધારાસભ્યની કથિત ઓડિયો ક્લિપ થઈ વાયરલ

Breaking News: ભાજપના નેતાએ હદ કરી ! ટિકિટનો સોદો, બે નંબરના ધંધા અને દારૂની વહેંચણી… ધારાસભ્યની કથિત ઓડિયો ક્લિપ થઈ વાયરલ

| Updated on: May 25, 2026 | 6:26 PM
Share

ગુજરાતના રાજકારણમાં અવારનવાર નવી ચર્ચાઓ અને વિવાદો સામે આવતા રહે છે. તાજેતરમાં મહેસાણા જિલ્લામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, જેને લઈને સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે.

મહેસાણા જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે, જ્યાં ભાજપના વધુ એક નેતાની કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. આ કથિત ઓડિયો ક્લિપ વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાની હોવાનું સામે આવ્યું છે, જેના કારણે સ્થાનિક રાજકીય વર્તુળોમાં મોટો ગરમાવો આવી ગયો છે.

આ વાયરલ ઓડિયો ક્લિપમાં ચૂંટણી ફંડિંગ, ચૂંટણી પાછળ થયેલો ખર્ચ અને મતદારોમાં દારૂની વહેંચણી અંગેની ગંભીર વાતચીત કેદ થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ ઉપરાંત, ઓડિયોમાં ચૂંટણી ફંડ અને બે નંબરના ધંધાને લઈને પણ કેટલાક મોટા ખુલાસા કથિત રીતે કરવામાં આવ્યા છે. ક્લિપમાં એક ચોંકાવનારો ઉલ્લેખ એવો પણ છે કે, સી.જે. ચાવડાને આ ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હતા. આ સાથે જ પક્ષમાં ટિકિટની ફાળવણી કઈ રીતે કરવામાં આવી અને હપ્તાખોરી અંગેની વિગતો પણ આ ઓડિયોમાં હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતમાં ભાજપમાં ‘ઓડિયો ક્લિપ’ પોલિટિક્સ શરુ થયું છે. થોડા દિવસ પહેલા મહેસાણાના એક નેતાએ પુર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ વિરદ્ધ ટિપ્પણી કરી હતી અને ફરી એક વાર મોટા નેતાનો ઓડિયો વાયરલ થયો છે.

નોંધ: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ ઓડિયો ક્લિપ અંગે TV9 Gujarati કોઈ સત્તાવાર પુષ્ટિ કરતું નથી. આ માત્ર વાયરલ વિગતોના આધારે પ્રકાશિત કરવામાં આવેલા સમાચાર છે.

Mehsana Breaking News : ભાજપના સાંસદ સામે બફાટ કરવો ભાજપના જ નેતાને પડ્યો ભારે, પોલીસે મધરાત્રે ઉઠાવીને જેલમાં ધકેલ્યો

Published on: May 25, 2026 05:59 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">