AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Breaking News: અમદાવાદમાં બેન્ક ઓફ બરોડાની 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો, કર્મચારી સહિત 3 આરોપી પોલીસ સકંજામાં, જુઓ Video

Ahmedabad Breaking News: અમદાવાદમાં બેન્ક ઓફ બરોડાની 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો, કર્મચારી સહિત 3 આરોપી પોલીસ સકંજામાં, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2026 | 2:52 PM
Share

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી બેન્ક ઓફ બરોડામાં થયેલી 8.70 કરોડ રૂપિયાની ચોરીના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. આ કેસમાં મુખ્ય આરોપી અને બેંકનો કર્મચારી હર્ષિધ કડીયાર સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હર્ષિધે કોન્ટ્રાક્ટર ઝુલ્ફીકાર અન્સારી અને તેના પુત્ર સુલતાન અન્સારી સાથે મળીને આ સમગ્ર ચોરીને અંજામ આપ્યો હતો.

ચોરી કરેલી રકમ લોખંડની પેટીમાં રાખી હતી

પોલીસ તપાસ મુજબ, 13 મેની રાત્રે રાજકોટ મોકલવામાં આવનાર રોકડ રકમમાંથી 8.70 કરોડ રૂપિયા ગાયબ કરવામાં આવ્યા હતા. આરોપીએ ચોરી કરેલી રકમ લોખંડની પેટીમાં રાખી હતી અને ભંગારનો સામાન બહાર લઈ જવાના બહાને બેંકમાંથી બહાર કાઢી પોતાના ઘરે પહોંચાડી દીધી હતી.

ચોંકાવનારી વાત એ છે કે ફરિયાદ નોંધાય તે પહેલાં જ હર્ષિધ રજા પર ઉતરી ગયો હતો અને ફોન બંધ કરીને ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે સોલા વિસ્તારમાંથી તેની ધરપકડ કરી અને તેની પાસેથી 2.20 કરોડ રૂપિયા રોકડા કબ્જે કર્યા છે.

‘વિનાશ’ નામનું ક્રિપ્ટો વોલેટ પણ મળી આવ્યું

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ચોરીના નાણાંમાંથી આરોપીએ એક મકાન અને દુકાન ખરીદી હતી. ઉપરાંત તે ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ પણ કરતો હતો અને ‘વિનાશ’ નામનું ક્રિપ્ટો વોલેટ પણ મળી આવ્યું છે. વધુમાં બેંકમાં કામ કરતી વૈશાલી નામની મહિલાને 23 લાખ રૂપિયા આપ્યા હોવાની વિગતો પણ સામે આવી છે.

હાલ પોલીસે આરોપીઓની મિલકત અને ડિજિટલ એસેટ્સ જાંચમાં લેવા માટે કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Breaking News Surat : મોંઘવારીની સીધી અસર રસોડા પર, સુરતમાં શાકભાજી-કરિયાણું મોંઘું થતાં સામાન્ય નાગરિકોની કમર તુટી! જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">