AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નહાયા પછી ભૂલથી પણ ન કરતા આ ‘6 કામ’, નાની અમથી ભૂલથી થઈ શકે છે ‘મોટું નુકસાન’

હાલ ગરમી તેના ચરમસીમા પર છે. ઘરની બહાર ન નીકળનારા લોકોને પણ ગરમી પરેશાન કરી રહી છે. શરીરને ઠંડું રાખવા માટે લોકો દિવસમાં ઘણી વખત નહાય છે. જો કે, કેટલાક લોકો જાણતા-અજાણતા નહાયા પછી એવી ભૂલો કરી બેસે છે કે, જે તેમના પર ભારે પડી જાય છે.

| Updated on: May 25, 2026 | 5:40 PM
Share
હેલ્થ એક્સપર્ટ માને છે કે, નહાયા પછી શરીરનું તાપમાન અને બ્લડ સર્ક્યુલેશન (રક્ત પરિભ્રમણ) થોડું બદલાઈ જાય છે, તેથી આ સમયે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. નહાયા પછી તરત જ શરીરનું તાપમાન સામાન્ય કરતાં થોડું ઓછું થઈ જાય છે. આવા સમયે જો તમે તરત જ પંખા કે AC સામે બેસી જાઓ છો, તો શરદી-ખાંસી, માથાનો દુખાવો કે શરીરમાં જકડાઈ જવાની સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને ઉનાળામાં લોકો આ ભૂલ વધુ કરે છે. એવામાં સારું રહેશે કે, શરીરને પહેલા સામાન્ય તાપમાનમાં આવવા દો.

1 / 5
નિષ્ણાતો માને છે કે, નહાયા પછી તરત જ ભારે આહાર ન લેવો જોઈએ. બીજું કે, નહાતી વખતે શરીરનું બ્લડ સર્ક્યુલેશન ત્વચા તરફ વધુ સક્રિય થઈ જાય છે. આવા સમયે તરત જ જમવાથી પાચન પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે. પ્રયત્ન કરો કે, નહાવા અને જમવા વચ્ચે ઓછામાં ઓછો 20 થી 30 મિનિટનો તફાવત રાખો.

2 / 5
ઘણા લોકો રાત્રે નહાયા પછી વાળ સૂકવ્યા વગર જ સૂઈ જાય છે. આ આદત માથાનો દુખાવો, વાળ ખરવા અને સ્કેલ્પ ઈન્ફેક્શન (માથાની ત્વચાનું સંક્રમણ) નું કારણ બની શકે છે. ભીના વાળમાં લાંબા સમય સુધી ભેજ રહેવાને કારણે ફૂગના સંક્રમણ (ફંગલ ઇન્ફેક્શન) નો ખતરો પણ વધી શકે છે.

3 / 5
નહાયા પછી તરત જ ત્વચાના છિદ્રો (પોર્સ) ખુલ્લા હોય છે. આવા સમયે તેજ તડકો કે ગરમ હવાના સંપર્કમાં આવવાથી ત્વચા પર બળતરા કે ટેનિંગની સમસ્યા થઈ શકે છે. જો બહાર જવું જરૂરી હોય, તો શરીરને સારી રીતે સૂકવીને અને થોડો સમય રોકાયા પછી જ નીકળો. નહાયા પછી શરીર રિલેક્સ મોડમાં હોય છે. આવા સમયે તરત જ કસરત કરવી એ શરીર પર વધારાનું દબાણ લાવી શકે છે. ખાસ કરીને ગરમ પાણીથી નહાયા પછી તરત જ વર્કઆઉટ કરવાથી નબળાઈ કે ચક્કર આવવા જેવું અનુભવાઈ શકે છે.

4 / 5
નહાયા પછી ટુવાલથી શરીરને ખૂબ જોરથી ઘસવું ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. આનાથી સ્કીન ડ્રાય (સૂકી) અને રફ થઈ શકે છે. હળવા હાથે શરીરને લૂછવું વધુ સારું માનવામાં આવે છે. વાસ્તવમાં નહાયા પછી શરીરને થોડીવાર આરામ આપવો અને સામાન્ય સ્થિતિમાં આવવાનો સમય આપવો જરૂરી છે. જો તમે આ નાની-નાની વાતનું ધ્યાન રાખશો, તો તમારી હેલ્થ અને સ્કીન બંને વધુ સારા રહી શકે છે.

5 / 5

ડૉક્ટર તમને ઇન્જેક્શન આપતા પહેલાં સોયમાંથી થોડી દવા બહાર કેમ નીકાળે છે ? જો આ નાનકડી ભૂલ રહી જાય તો વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે!

Follow Us
Ahmedabad: આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેનાર સામે કોર્પોરેશનની લાલ આંખ

બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદથી ખેડૂતોને 'મોટું નુકસાન'

₹25 લાખ સુધીની રેન્ટલ ઇન્કમ પર Tax 'શૂન્ય' કેવી રીતે થાય?

ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો, કેટલાક ગામ રોડ માર્ગે સંપર્ક વિહોણા

જર્મનીની હેલ્થકેર સિસ્ટમ ફ્લોપ? ભારતીય મહિલાએ શેર કર્યો 'Video'

અમદાવાદમાં વરસાદના 5 દિવસ પછી પણ 'હાલાકી' - જુઓ Video

વિરમગામમાં વરસાદી પાણીના પ્રવાહમાં યુવક તણાયો

શિકાર કરવા આવેલા 5 સિંહોને ભેંસોએ ઉભી પૂંછડીએ ભગાડ્યા, વીડિયો વાયરલ

બનાસકાંઠાનું નડાબેટ રણ બન્યું દરિયો! કુદરતી નજારો જોવા ઉમટી ભીડ

જીવના જોખમે યુવકોએ રિવરરાફ્ટિંગનો આનંદ માણ્યો, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">