AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આંખ બંધ કરીને આ શેરમાં રોકાણ કરી લો ! અત્યારે ખરીદશો તો ભવિષ્યમાં થશે ‘અંધાધૂંધ કમાણી’, બ્રોકરેજે આપ્યું ‘BUY’ રેટિંગ

શેરબજારમાં ક્યારેક-ક્યારેક એવા મોકા આવે છે કે, જેને ચૂકવા જેવા નથી હોતા. સોમવારે માર્કેટમાં જોવા મળેલી જોરદાર તેજી વચ્ચે ભલે એક સરકારી કંપનીનો શેર બહુ મોટી હલચલ ન બતાવી શક્યો હોય પરંતુ ઘણા બ્રોકરેજ હાઉસે આ સ્ટોક પર પૂરેપૂરો ભરોસો જતાવ્યો છે.

| Updated on: May 25, 2026 | 4:38 PM
Share
શેરબજારમાં સોમવારે જબરદસ્ત તેજી જોવા મળી હતી. હવે બજારમાં તેજી હોવા છતાં NTPCનો શેર સીમિત દાયરામાં જ ટ્રેડ કરી રહ્યો હતો. જો કે, કંપનીના માર્ચ ક્વાર્ટરના પરિણામો પછી ઘણી મોટી બ્રોકરેજ હાઉસ હજુ પણ આ શેરને લઈને પોઝિટિવ દેખાઈ રહી છે. કંપનીનો ઝડપથી વધી રહેલો ગ્રીન એનર્જી બિઝનેસ, રેકોર્ડ કેપેસિટી એડિશન (ઉત્પાદન ક્ષમતામાં વધારો) અને આગામી વર્ષોના મોટા પ્રોજેક્ટ્સ હાથમાં હોવાથી શેરમાં એકંદરે ઉછાળો જોવા મળી શકે છે.

1 / 5
NTPC એ નાણાકીય વર્ષ 2026 (FY26)માં રેકોર્ડ 9,618 મેગાવોટ ક્ષમતા ઉમેરી છે, જેમાં રિન્યુએબલ એનર્જીનો મોટો ફાળો રહ્યો છે. કંપની હવે માત્ર કોલસા આધારિત વીજ કંપની બનીને રહેવા નથી માંગતી પરંતુ સોલર, વિન્ડ, બેટરી સ્ટોરેજ અને ન્યુક્લિયર પાવર જેવા નવા ક્ષેત્રોમાં ઝડપથી વિસ્તરણ કરી રહી છે. આ જ કારણે લાંબાગાળાના રોકાણકારોની નજર હજુ પણ આ સ્ટોક પર ટકેલી છે. જો કે, સામે કેટલાક પડકારો પણ છે. માર્ચ ક્વાર્ટરમાં વીજળીની માંગ થોડી નબળી રહી, જેની અસર ઉત્પાદન પર જોવા મળી. કંપનીના કોલસા આધારિત પ્લાન્ટ્સનો PLF એટલે કે પ્લાન્ટ લોડ ફેક્ટર પણ ગયા વર્ષની સરખામણીમાં ઘટ્યો છે. આ જ કારણે કંપનીની આવક અને ઓપરેટિંગ પ્રદર્શન પર દબાણ જોવા મળ્યું હતું.

2 / 5
એન્ટિક સ્ટોક બ્રોકિંગે NTPC પર ‘BUY’ રેટિંગ યથાવત રાખ્યું છે અને 423 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજનું માનવું છે ક, કંપનીનો આગામી ગ્રોથ ફેઝ ન્યુક્લિયર, રિન્યુએબલ અને સ્ટોરેજ બિઝનેસમાંથી આવશે. બ્રોકરેજના જણાવ્યા અનુસાર, NTPCની કુલ ગ્રુપ કેપેસિટી હવે 90 ગીગાવોટને પાર પહોંચી ચૂકી છે અને કંપની પાસે 34 ગીગાવોટથી વધુની મજબૂત પ્રોજેક્ટ પાઇપલાઇન છે. આગામી બે વર્ષમાં પણ કંપની મોટાપાયે નવી ક્ષમતા ઉમેરવાની તૈયારીમાં છે. એન્ટિકે ખાસ કરીને NTPCના ન્યુક્લિયર પ્રોજેક્ટ્સ પર ભરોસો વ્યક્ત કર્યો છે.

3 / 5
મોતીલાલ ઓસવાલે NTPC પર ‘Neutral’ રેટિંગ આપ્યું છે અને 393 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ નક્કી કર્યો છે. ટૂંકમાં, વર્તમાન સ્તરથી તેમાં બહુ મોટી તેજીની આશા રાખવામાં આવી નથી. બ્રોકરેજનું કહેવું છે કે, કંપનીનો નફો અંદાજ મુજબ રહ્યો છે પરંતુ વીજ ઉત્પાદનમાં નરમાઈને કારણે રેવન્યુ (આવક) અને EBITDA અપેક્ષા કરતાં નબળા રહ્યા છે. જો કે, રિપોર્ટમાં કેટલીક પોઝિટિવ વાતો પણ કહેવામાં આવી છે, જેમાં NTPC Green Energyની વીજ ઉત્પાદન ક્ષમતામાં FY26 દરમિયાન 114 ટકાનો શાનદાર વધારો જોવા મળ્યો છે. આ સિવાય કંપની સતત નવી ક્ષમતા ઉમેરી રહી છે અને પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ પર પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે.

4 / 5
નુવામાએ NTPCને પોતાની ટોપ પિક ગણાવી છે અને સ્ટોક પર ‘BUY’ રેટિંગ જાળવી રાખ્યું છે. બ્રોકરેજે ટાર્ગેટ પ્રાઇસ વધારીને 445 રૂપિયા કરી દીધો છે. નુવામાનું કહેવું છે કે, ભલે અત્યારે વીજળીની માંગમાં થોડી નરમાઈ હોય પરંતુ લાંબાગાળામાં NTPCની ગ્રોથ સ્ટોરી મજબૂત બનેલી છે. કંપનીનો ગ્રીન એનર્જી બિઝનેસ ઝડપથી વધી રહ્યો છે અને આગામી કેટલાક વર્ષોમાં નફામાં સારો વધારો જોવા મળી શકે છે. બ્રોકરેજના જણાવ્યા અનુસાર, NTPC હજુ પણ વેલ્યુએશનના હિસાબે બહુ મોંઘો નથી અને સ્થિર વળતર આપતી કંપનીઓમાં તે એક મજબૂત વિકલ્પ બનેલો છે.

5 / 5
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોનામાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

ગોલ્ડ અને સિલ્વર ETFમાં બમ્પર રેલી ! ક્યાં થઈ સૌથી વધુ કમાણી અને હવે ક્યાં છે ‘મોટી તક’?

Follow Us
કામરેજની તાપી રેસ્ટોરન્ટમાં સૂપમાંથી નીકળ્યું જીવડું ! જુઓ-Video

કોવાયા ગામમાં સિંહણના હુમલાની હૃદયદ્રાવક ઘટના

કડામાં સોનું છુપાવ્યું 36 લાખનું સોનું
કડામાં સોનું છુપાવ્યું 36 લાખનું સોનું
ગઢડામાં હનીટ્રેપનો મોટો ભાંડો ફૂટ્યો, યુવકને ફસાવી રુપિયા માંગ્યા

રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા

ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર

ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ

સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી

NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી

ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા

g clip-path="url(#clip0_868_265)">