Strawberry Moon 2023: આજે દેખાશે આ ખાસ સુપર મૂન, જાણો સ્ટ્રોબેરી મૂનના રોચક તથ્યો
Strawberry moon 2023 Interesting Facts: આજે 3 જૂનના રોજ આકાશમાં એક અદ્દભુત ખગોળીય ઘટના બનશે. આજે સ્ટ્રોબેરી મૂન જોવા મળશે, તે પૃથ્વીની સૌથી નજીક હશે. ચાલો જાણીએ આ સ્ટ્રોબેરી મૂન અંગેના રોચક તથ્યો.

આજે 3 જૂનના રોજ સૂર્યાસ્ત પછી આકાશમાં સ્ટ્રોબેરી સુપર મૂનનો નજારો જોવા મળશે. આજે શનિવારે રાત્રે 11.42 વાગ્યાની આસપાસ આ નજારો જોવા મળી શકે છે. આ ચંદ્ર ખુબ જ સુંદર અને 14 ટકા વધારે ચમકદાર દેખાશે.

સામાન્ય દિવસોમાં ચંદ્રનો જે આકાર હોય છે તેના કરતા વધારે મોટો સ્ટ્રોબેરી મૂન આજે જોવા મળશે. આ ખગોળીય ઘટનામાં ઘણીવાર શુક્ર અને મંગળ ગ્રહ પણ જોવા મળે છે.

સ્ટ્રોબેરી મૂનને અલગ અલગ નામથી પણ ઓળખવામાં આવે છે. તેને હની મૂન, રોઝ મૂન અને હોટ મૂન તરીકે પણ ઓળખવામાં આવે છે.

વર્ષ 1930થી જૂન મહિનામાં દેખાતા આ સુપર મૂનને સ્ટ્રોબેરી મૂન તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકાના ફાર્મર અલમૈનેક ને આ સુપર મૂનનું નામ નિર્ધારિત કર્યું હતું.

સ્ટ્રોબેરી મૂન વિશે વાત કરીએ તો, તે પ્રખ્યાત ફળ સ્ટ્રોબેરી સાથે સંકળાયેલું છે. આ નામ અમેરિકાની એલ્ગોનક્વિન ટ્રાઈબ દ્વારા રાખવામાં આવ્યું હતું. કારણ કે આ સમય દરમિયાન ઉત્તર અમેરિકામાં જૂન મહિનામાં સ્ટ્રોબેરીની લણણી કરવામાં આવે છે. તેથી જ તે સમયે ચંદ્રને સ્ટ્રોબેરી મૂન નામ આપવામાં આવ્યું હતું.