Ullu ડિજિટલનો આવશે IPO, SME સેગમેન્ટમાં અત્યાર સુધીનો સૌથી મોટો 135-150 કરોડ રૂપિયાનો આઈપીઓ
વિભુ અગ્રવાલ અને તેમની પત્ની મેઘા અગ્રવાલની માલિકીની કંપની, જે ઝી એન્ટરટેઈનમેન્ટ અને શેમારુ એન્ટરટેઈનમેન્ટ જેવી લિસ્ટેડ કંપનીઓ સાથે સ્પર્ધા કરે છે. નવા કન્ટેન્ટના નિર્માણ માટે 30 કરોડ રૂપિયા અને આંતરરાષ્ટ્રીય શો ખરીદવા માટે 20 કરોડ રૂપિયા ખર્ચ કરશે.

સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ઉલ્લુ ડિજિટલે IPO દ્વારા ભંડોળ એકઠું કરવા માટે BSE SME માં ડ્રાફ્ટ પેપર ફાઈલ કર્યા છે. મીડીયા સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપની IPO દ્વારા 135-150 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે, જે સંપૂર્ણપણે અંદાજે 62.6 લાખ શેરનો ફ્રેશ ઈશ્યુ હશે.

જો ઉલ્લુ ડિજિટલના IPO ને મંજૂરી મળશે તો કદની દ્રષ્ટિએ અત્યાર સુધીનો સૌથી મોટો SME IPO હશે. સ્પેક્ટ્રમ ટેલેન્ટ મેનેજમેન્ટની 105 કરોડ રૂપિયાની ઓફર SME સેગમેન્ટમાં સૌથી મોટો IPO છે. આશકા હોસ્પિટલ્સે 101.6 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.

આ ઉપરાંત બાવેજા સ્ટુડિયોએ 97 કરોડ રૂપિયા, ખઝાંચી જ્વેલર્સએ 97 કરોડ રૂપિયા અને વાઈસ ટ્રાવેલ ઈન્ડિયાએ 94.7 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. મુંબઈ સ્થિત OTT પ્લેટફોર્મ તેના પ્લેટફોર્મ/એપ ઉલ્લુ પર જુદા-જુદા કન્ટેન્ટના વિતરણ, પ્રમોશન અને માર્કેટિંગમાં કાર્યરત છે, જે વેબ સિરીઝ, શોર્ટ ફિલ્મ અને શો ઓફર કરે છે.

વિભુ અગ્રવાલ અને તેમની પત્ની મેઘા અગ્રવાલની માલિકીની કંપની, જે ઝી એન્ટરટેઈનમેન્ટ અને શેમારુ એન્ટરટેઈનમેન્ટ જેવી લિસ્ટેડ કંપનીઓ સાથે સ્પર્ધા કરે છે. નવા કન્ટેન્ટના નિર્માણ માટે 30 કરોડ રૂપિયા, આંતરરાષ્ટ્રીય શો ખરીદવા માટે 20 કરોડ રૂપિયા ખર્ચે છે. આ ઉપરાંત ટેકનોલોજીમાં રોકાણ માટે 15 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.

કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે 50 કરોડ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવશે અને બાકીના ભંડોળનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. વિભુ અને મેઘા અગ્રવાલ ઉલ્લુમાં 95 ટકા હિસ્સો ધરાવે છે, બાકીનો 5 ટકા હિસ્સો જાહેર શેરધારક ઝેનિથ મલ્ટી ટ્રેડિંગ DMCC પાસે છે.
