AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો આવશે? વિદેશી રોકાણકારોએ આપ્યા આ સંકેતો

ભારતીય શેરબજારમાં ફરી એકવાર મોટો ઘટાડો આવશે? તેનું સૌથી મોટું કારણ એ છે કે વિદેશી રોકાણકારો શેરબજારમાંથી મોટા પાયે રૂપિયાનો ઉપાડી કરી રહ્યા છે. આ પ્રકારનો ટ્રેન્ડ આ પહેલા પણ જોવા મળ્યો હતો અને ત્યારબાદ માર્કેટમાં ઘટાડો થયો હતો.

| Updated on: Feb 18, 2024 | 4:24 PM
Share
ભારતીય શેરબજારમાં ફરી એકવાર મોટો ઘટાડો આવશે? તેનું સૌથી મોટું કારણ એ છે કે વિદેશી રોકાણકારો શેરબજારમાંથી મોટા પાયે રૂપિયાનો ઉપાડી કરી રહ્યા છે. આ પ્રકારનો ટ્રેન્ડ આ પહેલા પણ જોવા મળ્યો હતો અને ત્યારબાદ માર્કેટમાં ઘટાડો થયો હતો. આ વખતે અમેરિકામાં છૂટક મોંઘવારી ધારણા કરતાં વધુ હોવાને કારણે અમેરિકન બોન્ડ પર વ્યાજદરમાં વધારો થયો છે.

1 / 5
આ કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે કે, FII ભારતીય શેરબજારમાં મોટા પાયા પર વેચવાલી કરી રહ્યા છે. જિયોજીત ફાઈનાન્શિયલ સર્વિસિસના ચીફ રોકાણ વ્યૂહરચનાકાર વી.કે. વિજય કુમારના જણાવ્યા અનુસાર, આ મહિને 16 ફેબ્રુઆરી સુધી FPIs એ એક્સચેન્જ દ્વારા 6,112 કરોડ રૂપિયાની ઈક્વિટીનું વેચાણ કર્યું છે.

2 / 5
આ ઉપરાંત 'પ્રાથમિક માર્કેટ અને અન્ય' દ્વારા ખરીદીને કારણે 16 ફેબ્રુઆરી સુધી ચોખ્ખો વેચાણનો આંકડો ઘટીને 3,775 કરોડ રૂપિયા થયો છે. તેમણે કહ્યું કે, આ વર્ષે 1 જાન્યુઆરીથી FPIs દ્વારા કુલ વેચાણ 29,519 કરોડ રૂપિયાનું છે.

3 / 5
US બોન્ડ્સ પર વ્યાજ ઊંચું રહેશે ત્યાં સુધી FPIs દ્વારા વેચાણ ચાલુ રહેવાની શક્યતા છે. FPIsની ચાલુ વર્ષની શરૂઆતમાં શરૂ થયેલી ડેટની ખરીદી પણ ચાલુ છે. FPIs એ 16 ફેબ્રુઆરી સુધીમાં કુલ 16,559 કરોડ રૂપિયાનું દેવું ખરીદ્યું છે. તેમણે કહ્યું કે આ ટ્રેન્ડ પણ ચાલુ રહેવાની શક્યતા છે.

4 / 5
યુએસ બોન્ડ્સ પર વધતા વ્યાજને કારણે FPIs ઈક્વિટીમાં વેચાણ ચાલુ રાખશે. પરંતુ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદીને કારણે FII આક્રમક રીતે વેચાણ કરી રહ્યાં નથી, તેનાથી બજાર નિયંત્રણમાં છે. ભારતીય શેરબજારનું વેલ્યુએશન ઘણું મોંઘું છે. આ કારણે શેરબજારના ઘણા નિષ્ણાતો સ્ટોક માર્કેટમાં ઘટાડાની આગાહી કરી રહ્યા છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">