અનંત, આકાશ અને ઈશા પાસે રિલાયન્સના કેટલા શેર છે ? કોકિલાબેન પાસે છે સૌથી વધારે શેર
એક પિતા તરીકે મુકેશ અંબાણીનો તેમના સંતાનો આકાશ, ઈશા અને અનંત અંબાણી માટે સમાન પ્રેમ અવારનવાર મીડિયામાં જોવા મળે છે. ગયા વર્ષે મુકેશ અંબાણીએ આકાશ, ઈશા અને અનંત અંબાણીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અને તેની મંગેતર રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેશનની હાલ ભારત સહિત દુનિયાભરમાં ચર્ચા ચાલી રહી છે. 3 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં વિશ્વની તમામ મોટી હસ્તીઓએ ભાગ લેવા આવી છે.

એક પિતા તરીકે મુકેશ અંબાણીનો તેમના સંતાનો આકાશ, ઈશા અને અનંત અંબાણી માટે સમાન પ્રેમ અવારનવાર મીડિયામાં જોવા મળે છે. ગયા વર્ષે મુકેશ અંબાણીએ આકાશ, ઈશા અને અનંત અંબાણીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી.

આપણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની શેરહોલ્ડિંગ પેટર્ન પર નજર કરીએ તો, ત્રણેય ભાઈઓ અને બહેનો સમાન શેરહોલ્ડિંગ ધરાવે છે. ડિસેમ્બર 2023 સુધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, પ્રમોટરો કંપનીમાં 50.30 ટકા હિસ્સો ધરાવે છે. પબ્લિક શેરહોલ્ડિંગ 49.70 ટકા છે.

મુકેશ અંબાણી સિવાય અંબાણી પરિવારના 6 સભ્યોમાં તેમની માતા કોકિલાબેન ધીરુ અંબાણી, પત્ની નીતા અંબાણી અને બાળકો ઈશા, આકાશ અને અનંત અંબાણીનો સમાવેશ થાય છે. ત્રણ બાળકો ઈશા, આકાશ અને અનંત અંબાણી પાસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એક સરખા 80,52,021 શેર છે.

ત્રણેય ભાઈ-બહેન એક સમાન 0.12 ટકા હિસ્સો ધરાવે છે. મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી પાસે પણ આટલા જ શેર છે. પરંતુ માતા કોકિલાબેન ધીરુ અંબાણી કંપનીમાં 1,57,41,322 શેર અથવા 0.24 ટકા હિસ્સો ધરાવે છે.