અઢી વર્ષ પહેલા 1 લાખ રૂપિયાના સોનાના બદલે કલ્યાણ જ્વેલર્સના શેર લીધા હોય તો બની ગયા હોત 4.71 લાખ રૂપિયા
માર્ચ 2021 માં સોનાના એક ગ્રામ ભાવ લગભગ 4500 રૂપિયા હતા. એટલે કે 1 લાખનું રોકાણ કરવામાં આવે તો અંદાજે 22 ગ્રામ સોનું આવે. આજે એટલે કે 30 ડિસેમ્બરના રોજ પ્રતિ ગ્રામ સોનાના ભાવ અંદાજે 6500 રૂપિયા છે.

સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2023 દરમિયાન રોકાણકારોને સોના દ્વારા અંદાજે 15 ટકા રિટર્ન મળ્યું છે. આગામી વર્ષ 2024 માં સોનાના ભાવ 72,000 રૂપિયા થવાની શક્યતા છે. તેથી લોકોનું સોનામાં રોકાણ કરવું હંમેશા ફેવરિટ રહ્યુ છે.

માર્ચ 2021 માં સોનાના એક ગ્રામ ભાવ લગભગ 4500 રૂપિયા હતા. એટલે કે 1 લાખનું રોકાણ કરવામાં આવે તો અંદાજે 22 ગ્રામ સોનું આવે. આજે એટલે કે 30 ડિસેમ્બરના રોજ પ્રતિ ગ્રામ સોનાના ભાવ અંદાજે 6500 રૂપિયા છે.

આજના ભાવ પ્રમાણે ગણતરી કરીએ તો 22 ગ્રામ સોનુ X 6500 રૂપિયા એક ગ્રામના ભાવ = 1,43,000 રૂપિયા થાય. તેથી જો અઢી વર્ષ પહેલા સોનામાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેમાં 43,000 રૂપિયાનું રિટર્ન મળી કુલ 1.43 લાખ રૂપિયા મળે.

જો તમે 1 લાખ રૂપિયાનું સોનુ લેવાના બદલે અઢી વર્ષ પહેલા કલ્યાણ જ્વેલર્સના શેર ખરીદ્યા હોત તો વધારે ફાયદો થયો હોત. તે સમયે કલ્યાણ જ્વેલર્સના શેરના ભાવ 75 રૂપિયા હતા. તે મૂજબ 1 લાખ રૂપિયાના કુલ 1333 શેર આવે.

આજે એટલે કે 30 ડિસેમ્બરના રોજ કલ્યાણ જ્વેલર્સ શેરના ભાવ 353.80 રૂપિયા છે. આજના ભાવ પ્રમાણે ગણતરી કરીએ તો 1333 શેર X 353.80 રૂપિયા = 4,71,615 રૂપિયા. તેથી જો 1 લાખ રૂપિયાના સોનાના બદલે કલ્યાણ જ્વેલર્સના શેર લીધા હોય તો 1 લાખના 4.71 લાખ રૂપિયા બની ગયા હોત.