આ કંપનીનો IPO 500 થી વધારે ગણો ભરાયો, જે રોકાણકારોના શેર લાગશે તેના રૂપિયા થઈ જશે ડબલ
યુફોરિયા ઇન્ફોટેક ઈન્ડિયા કંપનીનો IPO 3 દિવસમાં 584 ગણો ભરાયો છે. IPO પર દાવ લગાવનારા રોકાણકારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. કંપની દ્વારા શેરનું એલોટમેન્ટ કરવામાં આવ્યું છે. કંપની ગ્રે માર્કેટમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે.

તમને શેર મળ્યા છે કે નહી તે ચેક કરવા માટે તમારે સૌથી પહેલા https://www.masserv.com/opt.asp વેબસાઈટ પર જાઓ. ત્યારબાદ 'ચેક એપ્લિકેશન સ્ટેટસ' પર જાઓ. અહીં કંપનીનું નામ યુફોરિયા ઇન્ફોટેક ઈન્ડિયા પસંદ કરો.

આ પેજ પર તમારો એપ્લિકેશન નંબર, ડીમેટ એકાઉન્ટ નંબર અને પાન કાર્ડમાંથી કોઈપણ એક વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ તમારો એપ્લિકેશન નંબર, પાન અથવા DPID પસંદ કરો. સ્ક્રીન પર તમને રિઝલ્ટ જોવા મળશે.

જો તમારે BSE ની વેબસાઈટ પર શેરનું એલોટમેન્ટ ચેક કરવું હોય તો સૌથી પહેલા https://www.bseindia.com/investors/appli_check.aspx પર જાઓ. ઈક્વિટી પસંદ કરી લિસ્ટમાંથી કંપનીનું નામ સિલેક્ટ કરો. તમારો એપ્લિકેશન નંબર અથવા PAN નંબર નાંખો. સર્ચ પર ક્લિક કર્યા બાદ રિઝલ્ટ દેખાશે.

યુફોરિયા ઈન્ફોટેકનો IPO 19 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી રોકાણકારો માટે ખુલ્યો હતો. કંપની ગ્રે માર્કેટમાં સારું પ્રદર્શન કરી રહી છે. ગઈકાલે 26 જાન્યુઆરીના રોજ શેર 80 રૂપિયાના GMP પર ટ્રેડ કરી રહ્યો હતો. તે મૂજબ કંપનીનું લિસ્ટિંગ 180 રૂપિયામાં થઈ શકે છે. તેથી પહેલા દિવસે જ રોકાણકારોના નાણાં બમણા થઈ શકે છે.