PharmEasy નો IPO આવે તે પહેલા જ ખરીદો તેના શેર, જાણો કેવી રીતે અને ક્યાંથી કરવી શેરની ખરીદી
PharmEasy એક હેલ્થ કેર પ્લેટફોર્મ છે, જેમાં ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, ઓનલાઈન દવાઓ અને ડોક્ટર કન્સલ્ટેશન સહિતની સર્વિસની વિશાળ શ્રેણી છે. ધર્મિલ શેઠ અને ડો. ધવલ શાહે વર્ષ 2015 માં કંપનીની સ્થાપના કરી હતી. ત્યારબાદ કંપનીએ મેડલાઇફ, એકનામ અને થાઇરોકેરને હસ્તગત કરી હતી.

PharmEasy એક હેલ્થ કેર પ્લેટફોર્મ છે, જેમાં ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, ઓનલાઈન દવાઓ અને ડોક્ટર કન્સલ્ટેશન સહિતની સર્વિસની વિશાળ શ્રેણી છે. ધર્મિલ શેઠ અને ડો. ધવલ શાહે વર્ષ 2015 માં કંપનીની સ્થાપના કરી હતી. ત્યારબાદ કંપનીએ મેડલાઇફ, એકનામ અને થાઇરોકેરને હસ્તગત કરી હતી.

API હોલ્ડિંગ્સ દ્વારા સંચાલિત ફાર્મસી સ્ટાર્ટઅપ ફાર્મઈઝીએ તેના 6,250 કરોડ રૂપિયાના IPO માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ એટલે કે DRHP SEBI ને ફાઈલ કર્યો હતો. કંપનીએ આ માટે બેન્કરો સાથે ચર્ચા પણ કરી હતી. કંપની 1,929 રૂપિયાના દેવાની ચુકવણી અને પૂર્વ ચુકવણી માટે વિચારી રહી હતી.

PharmEasy કંપનીનો IPO લોન્ચ થાય તે પહેલા જ તમે તેના શેરની ખરીદી કરી શકો છો. તમે PharmEasy કંપનીના શેર અનલિસ્ટેડ માર્કેટમાંથી https://www.precize.in વેબસાઈટ પરથી લઈ શકો છો. શેરની ખરીદી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ સ્ટોરીના અંતમાં એક લિંક દ્વારા આપવામાં આવી છે.

PharmEasy ના શેરની ફેસ વેલ્યુ 1 રૂપિયો છે અને શેરના ભાવ 11.80 રૂપિયા છે. કુલ 848 શેરની ખરીદી માટે તમારે 10,006.40 રૂપિયા ચૂકવવા પડશે. ટ્રાન્સેકશન ફી અને સ્ટેમ્પ ડ્યુટી મળીને કુલ 10208.03 રૂપિયા ચૂકવવાના રહેશે. જો તમારા વોલેટમાં ફંડ હશે તો તમે નાણાંની ચૂકવણી કરી શેરની ખરીદી કરી શકશો. જો બેલેન્સ નથી તો તમારે ફંડ એડ કરવું પડશે.

ફંડ એડ કરવા માટે તમે ઓનલાઈન પેમેન્ટ UPI દ્વારા અથવા તો NEFT/RTGS/IMPS દ્વારા બેંક ટ્રાન્સફર કરી શકો છો. જે કંપનીનો IPO નથી આવ્યો તેના પણ શેર ખરીદી શકાય છે, જાણો અનલિસ્ટેડ માર્કેટમાંથી શેર ખરીદવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ - https://tv9gujarati.com/photo-gallery/stock-market-know-step-by-step-process-of-buying-shares-from-unlisted-market-ipo-news-ipo-update-914324.html
