Shikanji Recipe: ઉનાળામાં ગરમીથી બચવા માટે બનાવો લીંબુ શિકંજી, આ રહી સરળ રેસિપી
ઉનાળો આવતાની સાથે જ લોકો ઠંડા પીણા પીવાનું શરુ કરી દેતા હોય છે. ત્યારે કેટલીક વખત બજારના ઠંડા પીણા પીવાથી બીમાર થઈ જવાય છે. ત્યારે આજે અમે તમને ઘરે જ લીંબુ શિકંજી કેવી રીતે બનાવી શકો તેની રેસિપી જણાવીશું.

લીંબુની તાસિર ઠંડી હોવાના કારણે ઉનાળામાં તેનું સેવન કરવાથી અનેક લાભ થાય છે. તો આજે લીંબુ શિકંજીનું ઘરે સરળતાથી બનાવવાની રેસિપી જોઈશું.

ઉનાળામાં લીંબુની શિકંજી બનાવવા માટે જીરું, આખા કાળા મરી, સાકર, એલચી, સૂઠનો પાઉડર, કાળું મીઠું, મીઠું, લીંબુ, ફુદીનાના પાન, બરફનો ભૂકો, તકમરીયા સહિતની સામગ્રીની જરુર પડશે.

લીંબુ શિકંજી ઘરે સરળતાથી બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં જીરું, એલચી, કાળા મરી નાખીને શેકી લો. હવે તેને એક મિક્સર જારમાં પીસી લો.

હવે આ પાવડરમાં કાળું મીઠું, સૂઠ પાઉડર, દળેલી સાકર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી પાઉડર તૈયાર કરી લો. ત્યારબાદ એક બાઉલમાં પાણીમાં તકમરિયાના બીજને પલાળી લો.

હવે તેમાં લીંબુની સ્લાઈસ, ફૂદીનાના પાન,બરફનો ભુકો અને ઠંડુ પાણી અથવા સોડા ઉમેરીને મિક્સ કરી લો. તમે હોમ મેઈડ લીંબુ શિકંજી તૈયાર છે તેને તમે સરળતાથી સર્વ કરી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
