Sev Khamani Recipe : ઘરે જ બનાવો ગુજરાતની ફેમસ સેવ ખમણી, આ રહી સરળ ટીપ્સ
ગુજરાતમાં ચણાના લોટમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. ત્યારે સુરતનો ફેમસ સેવ ખમણી ઘરે બનાવવાની સરળ રેસિપી જણાવીશું.

ગુજરાતમાં ફેમસ સેવ ખમણી મોટાભાગના લોકોને પસંદ આવે છે. સેવ ખમણી નાનાથી લઈને મોટા તમામ લોકો ખૂબ જ ચાવથી ખાય છે. જેને ઘરે બનાવવી ખૂબ જ સરળ છે.

સેવ ખમણી બનાવવા માટે પલાળેલી ચણાની દાળ, મીઠું, હળદર,હિંગ, ઈનો, તેલ, પાણી, સાકર, આદુ, રાઈ, મીઠો લીમડો, લીંબુનો રસ, દાડમના દાણા, ઝીણી સેવ, કાજુ સહિતની વસ્તુઓની જરુર પડશે.

સૌથી પહેલા ચણાની દાળને 7-8 કલાક પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેને મિક્સર જારમાં નાખી તેમાં થોડું પાણી ઉમેરીને અધકચરું વાટી લો.

હવે વાટેલી દાળમાં મીઠું, હળદર, હિંગ અને એક મોટી ચમટી પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ બેટરમાં ઈનો નાખી બરાબર મિક્સ કરી 15 મિનિટ સ્ટીમ કરી લો. ત્યારબાદ ઠંડુ પાડવા મુકો.

સેવ ખમણી બનાવવા માટે હવે ખમણને ખમણી નાખો. ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો ત્યારબાદ તેમાં રાઈ, લીલા મરચા, મીઠો લીમડો, આદુ-મરચાંની પેસ્ટ ઉમેરો. હવે સેવ ખમણીનું ખમણ ઉમેરી બરાબર મિક્સ કરો.

હવે તેમાં ખાંડ અને થોડું-થોડું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. જેથી સેવ ખમણી ડ્રાય ન થઈ જાય. હવે ખમણના ભૂકામાં ઉમેરીને તેના પર લીંબુનો રસ અને કોથમીર ગાર્નિશ કરી લો.

હવે ખમણના ભૂકા પર સેવ, દાડમ, કાજુ નાખો અને ચટણી સાથે સર્વ કરી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
