આધાર કાર્ડ ખોવાઈ ગયું અને નંબર યાદ નથી? ડિજિટલ યુગમાં એનરોલમેન્ટ ID સરળતાથી કેવી રીતે મેળવશો તે જાણો
જો તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે અને તમને તમારો આધાર નંબર કે એનરોલમેન્ટ ID ખબર નથી, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ ડિજિટલ યુગમાં તમારું એનરોલમેન્ટ ID શોધવું ખૂબ સરળ બની ગયું છે.

આજના સમયમાં નાનાથી લઈને મોટા કામો માટે, શાળામાં રજીસ્ટ્રેશન કરાવવાનું હોય કે બેંક ખાતું ખોલાવવાનું હોય, આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. એવામાં, જો તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે અને તમને તમારો આધાર નંબર કે એનરોલમેન્ટ ID ખબર નથી, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ ડિજિટલ યુગમાં તમારું એનરોલમેન્ટ ID શોધવું ખૂબ સરળ બની ગયું છે.

જો તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય, તો ચિંતા હવે ના કરશો. તમે આધાર એપ દ્વારા અથવા UIDAI હેલ્પલાઈન નંબર 1947 પર કૉલ કરીને તમારો આધાર નંબર મેળવી શકો છો.


હવે તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે. આ OTP નાખો અને પછી તમારો આધાર નંબર અથવા એનરોલમેન્ટ ID તમારા મોબાઇલ નંબર કાં તો પછી ઇમેઇલ પર મોકલવામાં આવશે.

વધુમાં તમે આધાર કાર્ડ એપ પરથી પણ તમારો આધાર નંબર મેળવી શકો છો. આ માટે પહેલા ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરો. લોગ ઇન કર્યા પછી "Get EID/UID" વિકલ્પ પર ક્લિક કરો. હવે તમારે મોબાઇલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે. ત્યારબાદ એક OTP આવશે, જે દાખલ કર્યા પછી તમને તમારો આધાર નંબર મળશે.

જો તમે હજુ સુધી તમારા મોબાઇલ નંબરને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરેલ નથી, તો તમે તમારું કામ ઓનલાઈન પૂર્ણ કરી શકશો નહીં. તમારે પહેલા તમારા નજીકના આધાર સેન્ટરની મુલાકાત લેવી પડશે. તમારા બાયોમેટ્રિક ડેટાને ચોક્કસ દસ્તાવેજો, જેમ કે તમારા PAN કાર્ડ અથવા મતદાર ID સાથે ચકાસ્યા પછી જ આધાર નંબર આપવામાં આવશે.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
