AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea : ઘરે બેઠા ધંધો શરૂ કરો, ₹25,000નું રોકાણ કરો અને દર મહિને રમતા-રમતા કમાઓ!

ભારતમાં દરેક ઘરમાં પૂજા પાઠ માટે અગરબત્તીનો ઉપયોગ થાય છે. હવે દરેક ઘરમાં રોજ ભગવાનની પૂજા થાય અને રોજ અગરબત્તી કરવામાં આવે છે. એવામાં તમે આ વ્યવસાય નાની જગ્યામાં રહીને કે ઘરે રહીને પણ કરી શકો છો.

| Updated on: Jun 02, 2025 | 8:21 PM
આ બિઝનેસ નવા લોકો માટે એક સરસ શરુઆત બની શકે છે. આમ જોવા જઈએ તો, અગરબત્તી હાથથી બનાવવામાં આવે છે. જો તમે હાથ વડે જાતે અગરબત્તી બનાવો છો, તો તેમાં આશરે રોકાણ ₹20,000 થી ₹50,000 જેટલું થઈ શકે છે.

1 / 7
બીજીબાજુ, સેમી ઓટોમેટિક મશીનથી જો તમે અગરબત્તી બનાવો છો તેમાં અંદાજીત રોકાણ ₹1 થી ₹1.5 લાખ જેટલું થઈ શકે છે. બીજું કે, ઓટોમેટિક મશીનથી મોટું ઉત્પાદન કરવું હોય તો ₹3 થી ₹5 લાખ જેટલું રોકાણ થઈ શકે છે.

2 / 7
કિલો અગરબત્તી બનાવવામાં ₹60 થી ₹70 જેટલો ખર્ચ થાય છે, જ્યારે તેની વેચાણ કિંમત ₹120 થી ₹150 જેટલી હોય છે. ટૂંકમાં તમે રોજની 20 થી 25 કિલો અગરબત્તી બનાવીને ₹1,000 થી ₹2,000 સુધીનો નફો કમાઈ શકો છો અને મહિને તમે સરળતાથી ₹25,000 કે તેથી વધુની કમાણી કરી શકો છો.

3 / 7
બિઝનેસ શરુ કરવા માટે યોગ્ય જગ્યા, કાચામાલ અને સાધનોની જરૂર પડશે. કાચા માલમાં વાંસની લાકડીઓ, જીગટ પાઉડર, ચારકોલ પાઉડર અને પરફ્યુમ ઓઇલ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. સાધન તરીકે તમે મિક્સિંગ બાઉલ, ટ્રે, પેકિંગ મશીન અને ઓટોમેટિક મશીન (જો જરૂર હોય તો) લઈ શકો છો.

4 / 7
દસ્તાવેજોની વાત કરીએ તો નાના સ્તરે શરૂ કરેલા બિઝનેસમાં લાયસન્સ ફરજિયાત નથી પણ વેપાર વધતો હોય તો તેના માટે GST રજીસ્ટ્રેશન, ઉદ્યમ રજીસ્ટ્રેશન અને નગરપાલિકાનું લાયસન્સ લેવું જરૂરી બને છે.

5 / 7
માર્કેટિંગ માટે તમે સ્થાનિક દુકાનોમાં નમૂનાઓ આપી શકો છો. આ ઉપરાંત મંદિર પાસે જઈને પણ અગરબત્તી વેચી શકો છો. તમે ઓનલાઈન પ્લેટફોર્મ જેમ કે WhatsApp, Facebook, Amazon વગેરે પર પણ અગરબત્તીનું વેચાણ કરી શકો છો.

6 / 7
જો તમે આ બિઝનેસમાં બિલકુલ નવા છો તો YouTube વીડિયો પરથી તમે અગરબત્તી બનાવવાનું શીખી શકો છો. આ સાથે જ ખાદી ગ્રામોદ્યોગ (KVIC), MSME કેન્દ્રો, સ્થાનિક NGO થકી તાલીમ મેળવી શકો છો.

7 / 7

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">