Rich Tennis Players: WTA સિંગલ્સમાં વર્લ્ડ નંબર 1 રેન્ક મેળવનારી ઓસ્ટ્રેલિયન ટેનિસ ખેલાડી ‘એશ્લે બાર્ટી’
એશ્લે બાર્ટી ઓસ્ટ્રેલિયાની પ્રોફેશનલ ટેનિસ ખેલાડી છે. બાર્ટી WTA દ્વારા સિંગલ્સમાં વર્લ્ડ નંબર 1 રેન્ક મેળવનારી બીજી ઓસ્ટ્રેલિયન ટેનિસ ખેલાડી હતી અને 121 અઠવાડિયા સુધી ટોપ રેન્કિંગ જાળવી રાખ્યું હતું. બાર્ટી ત્રણ વખતની ગ્રાન્ડસ્લેમ સિંગલ્સ અને એકવાર ડબલ્સ ચેમ્પિયન ખેલાડી છે. તે ચારે ગ્રાન્ડસ્લેમમાં ચેમ્પિયન બનનાર ખેલાડીઓમાં એક છે. એશ્લે બાર્ટીએ માર્ચ 2022માં ટેનિસમાંથી નિવૃત્તિ લીધી હતી.

એશ્લે બાર્ટીનો જન્મ 24 એપ્રિલ 1996ના રોજ ઓસ્ટ્રેલિયામાં થયો હતો. એશ્લે બાર્ટી ઓસ્ટ્રેલિયાની પ્રોફેશનલ ટેનિસ ખેલાડી છે.

એશ્લે બાર્ટીએ WTA ટૂરમાં કુલ 15 સિંગલ્સ ટાઇટલ અને 12 ડબલ્સ ટાઇટલ જીત્યા હતા.

બાર્ટી ચારેય ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની ચૂકી છે. તેણીએ ડબલ્સમાં વિમ્બલ્ડન અને સિંગલ્સમાં ઓસ્ટ્રેલિયન ઓપન, યુએસ ઓપન અને ફ્રેન્ચ ઓપન જીત્યા હતા.

એશ્લે બાર્ટીએ વર્ષ 2018માં કારકિર્દીનું પહેલું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યું હતું. યુએસ ઓપન 2018માં મહિલા ડબલ્સમાં કોકો વાંદેવેઘે સાથે જોડી બનાવી ટાઇટલ જીત્યું હતું.

વર્ષ 2019માં એશ્લે બાર્ટીએ પ્રથમ મહિલા સિંગલ્સ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ કબજે કર્યું હતું. 2019 ફ્રેન્ચ ઓપન ફાઇનલમાં બાર્ટીએ વોન્ડ્રોઉસોવાને 6-1, 6-3થી હરાવી ચેમ્પિયન બની હતી.

2021 વિમ્બલ્ડન ચેમ્પિયનશિપમાં ફાઇનલમાં કેરોલિના પ્લિસકોવાને 6–3, 6–7(4–7), 6–3થી હરાવી બાર્ટીએ વિમ્બલ્ડન મહિલા સિંગલ્સ ટાઇટલ કબજે કર્યું હતું.

એશ્લે બાર્ટીએ વર્ષ 2020ના ટોક્યો ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયા માટે મહિલા ટેનિસ વિભાગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

એશ્લે બાર્ટીએ વર્ષ 2022માં તેનું પહેલું ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ જીત્યું હતું, જે તેનું અંતિમ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ સાબિત થયું હતું.

કુલ ચાર ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન એશ્લે બાર્ટીએ તેના લાંબા સમયના પાર્ટનર ગેરી કિસિક સાથે વર્ષ 2022માં લગ્ન કર્યા હતા.

ત્રણ ગ્રાન્ડ સ્લેમ મહિલા સિંગલ્સ અને એક ડબલ્સ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતનાર એશ્લે બાર્ટી કારકિર્દીમાં સૌથી વધુ પ્રાઇઝ મની જીતનાર મહિલા ખેલાડીઓમાં એક છે. એશ્લે બાર્ટી 200 કરોડ પ્રાઇઝ મની જીતી ચૂકી છે. (all photo courtesy: google)