યુપીના યોદ્ધાઓ સામે જીતી યુ મુમ્બાની ટીમ, આમિર મોહમ્મદે મચાવી ધમાલ
અમદાવાદના એરેના બાય ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ ખાતે 2 ડિસેમ્બરથી શરૂ થયેલી પ્રો કબડ્ડી લીગ 21 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ સ્ટેડિયમમાં ઉદ્ઘાટન સમારોહ બાદ 2 રોમાંચક મેચ રમાઈ હતી.

અમદાવાદના એરેના બાય ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ આજથી પ્રો કબડ્ડી લીગની શરુઆત થઈ હતી. આજે ગુજરાત જાયન્ટસ vs તેલુગુ ટાઈટન્સ વચ્ચે અને યુપી યોદ્ધા vs યુ મુમ્બા વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. (PC - Pro Kabaddi )

પ્રથમ હાફમાં સ્કોર 19-14 સાથે યુ મુમ્બાના પક્ષમાં રહ્યો હતો. મુંબઈની ટીમે આ દરમિયાન 11 રેઈડ પોઈન્ટ, 6 ટેકલ પોઈન્ટ, 2 ઓલઆઉટ પોઈન્ટ મેળવ્યો હતો. જ્યારે યુપીની ટીમે 11 રેઈડ પોઈન્ટ, 3 ટેકલ પોઈન્ટ મેળવ્યા હતા. પ્રથમ હાફમાં 15 મિનિટમાં જ યુપી યોદ્ધાની ટીમ ઓલઆઉટ થઈ હતી. પ્રદીપ નરવાલ જેવા સ્ટાર પ્લેયરને પણ આ સમયમાં બહાર બેસવુ પડયુ હતુ. (PC - Pro Kabaddi )

બીજા હાફમાં યુપીના યોદ્ધાઓએ વધારે પોઈન્ટ મેળવ્યા હતા. સ્કોર 15-17 સાતે યુપીના યોદ્ધાઓના પક્ષમાં રહ્યો હતો. યુ મુમ્બાની ટીમે બીજા હાફમાં 8 રેઈડ પોઈન્ટ, 7 ટેકલ પોઈન્ટ મેળવ્યા હતા. યુપી યોદ્ધાની ટીમે બીજા હાફમાં 8 રેઈડ પોઈન્ટ, 5 ટેકલ પોઈન્ટ, 2 ઓલઆઉટ પોઈન્ટ અને 1 એક્સ્ટ્રા પોઈન્ટ મેળવ્યો હતો.

ઈરાની ખેલાડી આમિર મોહમ્મદે યુ મુમ્બાને 12 પોઈન્ટ અપાવ્યા હતા. તેણે કુલ 20 રેઈડ કરી હતી જેમાંથી 10 રેઈડ સફળ રહી હતી. તેણે કુલ 6 ટચ પોઈન્ટ, 5 બોનસ પોઈન્ટ અને 1 ટેકલ પોઈન્ટ મેળવ્યા હતા. (PC - Pro Kabaddi )

U Mumba 10મી સિઝનમાં પ્રથમ પોઈન્ટ મેળવવા માટે 34-31ના સ્કોરથી રોમાંચક જીત મેળવી છે. અમીર મોહમ્મદ ઝફરદાનેશ તેના PKL ડેબ્યૂમાં ખૂબ જ સારો હતો. ડિફેન્સમાં રિંકુનું વર્ચસ્વ કેટલાક ગુણવત્તાયુક્ત ટેકલ્સ સાથે હતું કારણ કે તેને કેપ્ટન સુરિન્દર સિંઘનો પૂરતો સહકાર મળ્યો હતો.(PC - Pro Kabaddi )