ઈંગ્લિશ પ્રીમિયર લીગના દિગ્ગજ ખેલાડીની ધરપકડ કરાઈ, જાણો કારણ

ઈંગ્લિશ પ્રીમિયર લીગ (English Premier League)માં રમી રહેલા એક મોટા ફૂટબોલરની લંડનમાં ધરપકડ કરવામાં આવી છે. ખેલાડી પર બળાત્કારનો આરોપ છે. અંગ્રેજી મીડિયાના અહેવાલ મુજબ, ખેલાડીની મોડી રાત્રે તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી.

Jul 05, 2022 | 2:10 PM
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Jul 05, 2022 | 2:10 PM

ઈગ્લિશ  પ્રીમિયર લીગમાં રમી રહેલા દિગ્ગજ ફુટબોલરની લંડનમાંથી ધરપકડ કરવામાં આવી છે, ખેલાડી પર રેપનો આરોપ લાગ્યો છે, ઈગ્લિશ મીડિયા રિપોર્ટ મુજબ ખેલાડીની મોડી રાત્રે તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે  (PC-FILE PHOTO)

1 / 5
ખેલાડી કોણ છે તેની જાણકારી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી પરંતુ અહેવાલો મુજબ તે ખેલાડી ઈન્ટરનેશનલ ફુટબોલમાં મોટું નામ છે, રાત્રે 3 કલાકે જ્યારે ખેલાડી તેના ઘરે સુઈ રહ્યો હતો તે દરમિયાન પોલીસે તેની ધરપકડ કરી હતી(PC-FILE PHOTO)

2 / 5
અહેવાલો મુજબ આરોપી ખેલાડીની અંદાજે 15 કલાક સુધી પુછપરછ કરવામાં આવી હતી. ખેલાડી પર આરોપ લાગ્યો છે કે, તેને રજા દરમિયાન એક મહિલા સાથે બળાત્કાર કર્યો હતો. (PC-FILE PHOTO)

3 / 5
રવિવારે મહિલા લંડન પહોંચી અને પોલીસમાં ફુટબોલ ખેલાડી સામે ફરિયાદ નોંધાવી હતી. યુવતિએ પોલીસ સામે  અનેક પુરાવાઓ રજુ કર્યા હતા, પુરાવામાં યુવતિએ પોલીસને કેટલાક ફોટો આપ્યા હતા જેના આધાર પર ફુટબોલરની ધરપકડ કરવામાં આવી છે  (PC-FILE PHOTO)

4 / 5
બ્રિટેનની તપાસ એજન્સી સ્કૉટલેન્ડ યાર્ડ પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે, ધ સનને સ્કૉટલેન્ડ યાર્ડે જણાવ્યું કે, 20 થી 25 વર્ષની યુવતિ પર ફુટબોલરે બળાત્કાર કર્યો છે, ફરિયાદ મુજબ યુવતિ સાથે બળાત્કારની ઘટના જૂન માસમાં થઈ હતી જેના તમામ પુરાવાઓ પોલીસને સોંપ્યા છે (PC-FILE PHOTO)

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati