મોરના ઈંડા ચીતરવા ન પડે, દાદા અને પિતા કોચ અને ભાઈ બેડમિન્ટન ખેલાડી આવો છે લક્ષ્ય સેનનો પરિવાર

લક્ષ્ય સેનનો જન્મ ઉત્તરાખંડના અલ્મોડામાં થયો હતો. તેમના પિતા ધીરેન્દ્ર કે સેન ભારતમાં બેડમિન્ટન કોચ તો માતા શિક્ષક હતી. પેરિસ ઓલિમ્પિકમાં પ્રથમ દિવસે જ લક્ષ્ય સેને શરુઆત જીત સાથે કરી હતી. તો આજે આપણે લક્ષ્ય સેનના પરિવાર વિશે વાત કરીએ.

| Updated on: Jul 30, 2024 | 2:22 PM
પેરિસ ઓલિમ્પિકમાં બેડમિન્ટનના દૃષ્ટિકોણથી ભારત માટે સારો દિવસ હતો. પેરિસ ઓલિમ્પિકના પ્રથમ દિવસે લક્ષ્ય સેને બેડમિન્ટન મેન્સ સિંગલ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પોતાની પ્રથમ ગ્રુપ રાઉન્ડની મેચમાં આર્જેન્ટિનાના કેવિન ગોર્ડનને 21-8, 22-20થી હરાવીને જીત સાથે શરૂઆત કરી હતી.

1 / 16

2 / 16
પોતાની પ્રથમ ઓલિમ્પિક રમી રહેલા ભારતના યુવા બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને તેની બીજી મેચ પણ જીતી લીધી છે. ગ્રૂપ-એલની તેની બીજી મેચમાં લક્ષ્યે બેલ્જિયમની જુલિયા કારાગીને હાર આપી હતી.

3 / 16
 ભારતીય યુવા શટલર લક્ષ્ય સેને છેલ્લા થોડા વર્ષોમાં વિશ્વભરના સ્પોર્ટ્સ ચાહકોના દિલમાં જગ્યા બનાવી છે. આ 22 વર્ષીય શટલરે દરેક મોટી સફળતા હાંસલ કરી. આ દરમિયાન ઘણા દિગ્ગજ ખેલાડીઓ તેની રમતની સ્પીડના શિકાર બન્યા હતા.

4 / 16
અલ્મોડાનો રહેવાસી યુવા બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન ભારતનો નંબર વન પુરૂષ શટલર પણ રહી ચૂક્યો છે. પેરિસ ઓલિમ્પિક 2024માં લક્ષ્ય સેને શાનદાર શરુઆત કરી છે.

5 / 16
લક્ષ્ય સેનનો જન્મ 16 ઓગસ્ટ 2001ના રોજ અલ્મોડામાં થયો હતો. બેડમિન્ટનની રમત વારસામાં મળી છે. તેમના દાદા અલ્મોડામાં બેડમિન્ટન માટે ખૂબ પ્રખ્યાત હતા. તેમના પિતા ડીકે સેન પહેલા ખેલાડી હતા અને હવે બેડમિન્ટન કોચ છે. જ્યારે લક્ષ્યનો મોટો ભાઈ ચિરાગ પણ બેડમિન્ટન રમી ચૂક્યો છે.

6 / 16
 લક્ષ્ય સેન એક ભારતીય બેડમિન્ટન ખેલાડી છે જે 2022માં ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ક્વોલિફાય કરનાર સૌથી યુવા ખેલાડી તરીકે જાણીતો છે.જ્યારે તે બાર વર્ષનો હતો ત્યારે તેણે એક ઈન્ટરવ્યુ કહ્યું હતું કે હું ઓલિમ્પિકમાં રમવા માગું છે.

7 / 16
જ્યારે લક્ષ્ય માત્ર નવ વર્ષનો હતો, ત્યારે તે પ્રથમ વખત તેના ભાઈની સબ-જુનિયર રેન્કિંગ બેડમિન્ટન ટુર્નામેન્ટ જોવા તેના પિતા સાથે ગયો હતો. અહીં જ લક્ષ્યે વિમલ કુમારને કહ્યું કે તે પણ રમવા માંગે છે.

8 / 16
લક્ષ્યે એકેડેમી ટ્રાયલ્સમાં વિમલ કુમાર અને પ્રકાશ પાદુકોણ બંનેને ખૂબ પ્રભાવિત કર્યા. તેણે લક્ષ્યને એકેડમીમાં બોલાવ્યો. લક્ષ્યની સાથે તેના દાદા અને પિતા પણ અલ્મોડા છોડીને બેંગલુરુ આવ્યા હતા.

9 / 16
લક્ષ્યના પિતાનો તેની કારકિર્દી પર ઘણો પ્રભાવ રહ્યો છે. બેડમિન્ટન કોચ ડીકે સેને તેમના પુત્રને  રમત પ્રત્યે સતર્ક રહેવા અને તાલીમ અને વોર્મ-અપ સત્રોને ગંભીરતાથી લેવાનું શીખવ્યું. તેના પિતાના કારણે જ લક્ષ્યની કારકિર્દીનો પાયો મજબૂત બન્યો હતો.

10 / 16
લક્ષ્ય પહેલા અંડર-13, અંડર-15 અને પછી અંડર-19 લેવલ પર જીતતો રહ્યો. તેણે 2018 યુથ ઓલિમ્પિકમાં માત્ર 17 વર્ષીય લક્ષ્યે સિલ્વર મેડલ જીતીને ઇન્ટરનેશનલ લેવલ પર પ્રથમ વખત ચર્ચામાં આવ્યો હતો.

11 / 16
 એશિયન જુનિયર ચેમ્પિયનશિપ અને વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં પણ મેડલ જીત્યા છે. વર્લ્ડ ટૂર ફાઇનલમાં રમનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો. આ પછી તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.

12 / 16
લક્ષ્ય સેન એક ભારતીય બેડમિન્ટન ખેલાડી છે. સેન ભૂતપૂર્વ વિશ્વ જુનિયર નં. 1. તેણે પુરુષની સિંગલ્સમાં 2018 એશિયન જુનિયર ચેમ્પિયનશિપમાં અને મિશ્ર ટીમ ઇવેન્ટમાં સમર યુથ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

13 / 16
તેણે 2021 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને 2022 ઓલ ઈંગ્લેન્ડ ઓપનમાં રનર્સ-અપ રહ્યો હતો. સેન 2022 થોમસ કપ જીતનાર ભારતીય ટીમનો પણ ભાગ હતો. તેણે 2022 કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો

14 / 16
2014 માં, જ્યારે સાઈના નેહવાલ બેંગ્લોર શિફ્ટ થઈ, ત્યારે તે બેંગલુરુની પ્રકાશ પાદુકોણ બેડમિન્ટન એકેડમીમાં વિદ્યાર્થીઓ સાથે પ્રેક્ટિસ કરતી હતી. લક્ષ્યને પણ સાઇના સાથે પ્રેક્ટિસ કરવાનો મોકો મળ્યો. એક ઈન્ટરવ્યુમાં લક્ષ્યના કોચ વિમલ કુમારે જણાવ્યું હતું કે, એકેડેમીમાં લક્ષ્ય એકમાત્ર એવો વિદ્યાર્થી હતો જે પ્રેક્ટિસ સેશન દરમિયાન સાઈનાને હરાવતો હતો.

15 / 16
બેડમિન્ટન ખેલાડીને અનેક એવોર્ડ પણ મળી ચૂક્યા છે. લક્ષ્ય સેનને અર્જુન એવોર્ડ પણ મળી ચૂક્યો છે. હવે ભારતીય લોકોને આશા છે કે, લક્ષ્ય સેન પેરિસ ઓલિમ્પિકમાં પણ ભારતને મેડલ જીતાડે.

16 / 16
Follow Us:
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ

અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video

ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા

માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા

અંબાજી પર્વત પર 21 દિવસથી આંટાફેરા કરી રહેલુ રીંછ આખરે પાંજરે પૂરાયુ

ઈડરના કડિયાદરા નજીક આવેલી નદીના ધસમસતા પ્રવાહમાં કાર સાથે 2 લોકો તણાયા

YMCA કલબમાં નકલી CBIની ટીમ ત્રાટકી
YMCA કલબમાં નકલી CBIની ટીમ ત્રાટકી
સાબરકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ
સાબરકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ
લખપતમાં ભેદી રોગચાળો વકર્યો ! આરોગ્ય વિભાગની ટીમે હાથ ધરી તપાસ

ખેડાના કઠલાલમાં બે જૂથ વચ્ચે થયુ અથડામણ, પોલીસે વધુ તપાસ હાથ ધરી

g clip-path="url(#clip0_868_265)">