PM મોદીએ ગુજરાતના અમરેલીમાં 35 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભારત માતા સરોવરનું કર્યું ઉદ્ઘાટન, જુઓ-Video
અમરેલીના પહોચીં પીએમ મોદીએ દૂધાળા ખાતે ભારત માતા સરોવરનું લોકાર્પણ કર્યું હતુ. તમને જણાવી દઈએ કે ભારત માતા સરોવરને 35 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 દિવસના ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે વડોદરામાં PM મોદી એ ભવ્ય રોડ શો કર્યો હતો જેમની સાથે સ્પેનના PM પેડ્રો સાંચેઝનો પણ સામેલ હતા. જે બાદ વડોદરામાં એરક્રાફ્ટ નિર્માણના કોમ્પલેક્સનું ઉદ્દઘાટન કર્યું હતુ અને ત્યાર બાદ લક્ષ્મી વિલાસ પેલેસમાં ભોજન લીધા બાદ ભારતના વડાપ્રધાન અને સ્પેનના વડાપ્રધાન સિધા અમરેલી પહોચ્યાં હતા.
ભારત માતા સરોવરનું લોકાર્પણ
અમરેલીના પહોચીં પીએમ મોદીએ દૂધાળા ખાતે ભારત માતા સરોવરનું લોકાર્પણ કર્યું હતુ. તમને જણાવી દઈએ કે ભારત માતા સરોવરને 35 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. આ સરોવરના ઉદ્દઘાટન બાદ પીએમએ સમગ્ર સરોવરને નિહાળ્યો હતો તેમજ તે અંગેની જરુરી માહિતી પણ મેળવી હતી.
4,800 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ
અમેલીના લાઠીમાં આવેલ દૂધાળા ગામમાં આ સરોવરનું લોકાર્પણ કરવા દેશના વડાપ્રધાન આજે પહોચ્યાં છે. તેમની સાથે ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. પીએમના આ પ્રવાસ દરમિયા તેઓ સૌરાષ્ટ્રના 9 જીલ્લાઓમાં વિવિધ 4,800 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું છે.