આજનું હવામાન : રાજ્યના આ જિલ્લાઓમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના, જુઓ Video

આજનું હવામાન : રાજ્યના આ જિલ્લાઓમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના, જુઓ Video

| Updated on: Oct 29, 2024 | 8:27 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ સુકૂં વાતાવરણ રહે તેવી શક્યતા છે. અમદાવાદના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. મોટાભાગના શહેરમાં મહત્તમ તાપમાન 3.2 ડિગ્રીનો અને લઘુત્તમ તાપમાનમાં 4.3 ડિગ્રીનો વધારો થશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ સુકૂં વાતાવરણ રહે તેવી શક્યતા છે. અમદાવાદના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. મોટાભાગના શહેરમાં મહત્તમ તાપમાન 3.2 ડિગ્રીનો અને લઘુત્તમ તાપમાનમાં 4.3 ડિગ્રીનો વધારો થશે. છેલ્લા 14 વર્ષની સૌથી વધુ લઘુત્તમ તાપમાનનો રેકોર્ડ તૂટ્યો છે. ઓક્ટોબર માસમાં સૌથી વધુ લઘુત્તમ તાપમાન આ વર્ષે નોંધાયું છે.

રાજ્યમાં કેટલું રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

તેમજ અમેરલી, બોટાદ, મોરબી, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. નવસારી, સુરત સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. બીજી તરફ ડાંગ, ગીર સોમનાથ, પોરબંદર,વલસાડ સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

g clip-path="url(#clip0_868_265)">