કે.એલ. રાહુલ BCCI, IPL અને જાહેરાતોમાંથી કમાય છે કરોડો રુપિયા, જાણો તેની નેટવર્થ
KL Rahul-Athiya Shetty Wedding: ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ સોમવારે લગ્નના બંધનમાં બંધાશે. તે અભિનેત્રી આથિયા શેટ્ટીની સાથે લગ્નના ફેરા લેશે.

કેએલ રાહુલ સોમવારે જીવનની નવી સફર શરૂ કરવાનો છે. ભારતના સ્ટાર બેટ્સમેન રાહુલ અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કરવાના છે. ખંડાલામાં સુનીલ શેટ્ટીના ઘરે ધૂમધામથી લગ્નના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

લગ્નમાં માત્ર નજીકના લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેને ખૂબ જ ગુપ્ત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ લગ્નની તૈયારીઓની ચર્ચા છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી હતી. આઈપીએલના સૌથી મોંઘા ખેલાડીઓમાંથી એક રાહુલ કોઈ કસર છોડવા માંગતો નથી.

રાહુલની નેટવર્થની વાત કરીએ તો તે BCCI અને IPL કોન્ટ્રાક્ટ અને જાહેરાતોમાંથી કરોડો રૂપિયા કમાય છે. રાહુલ BCCIના A ગ્રેડ કોન્ટ્રાક્ટમાં સામેલ છે, જ્યાંથી તેને દર વર્ષે 5 કરોડ રૂપિયા મળે છે.

તે IPL ફ્રેન્ચાઇઝી લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન પણ છે. લખનૌએ તેને 17 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

તે ઘણી મોટી બ્રાન્ડની જાહેરાત પણ કરે છે. તેમની કુલ સંપત્તિ 75 કરોડ રૂપિયાની નજીક છે. ( ALL PHOTO : KL Rahul Instagram)