General Knowledge: રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મની ઉંચાઈ એકસરખી કેમ રાખવામાં આવે છે?- આ છે કારણ
રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મની ઉંચાઈ એક માપ અનુસાર એકસરખી રાખવામાં આવે છે. શું દેશના તમામ રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મની ઊંચાઈ એકસરખી હોય છે? જાણો તેની પાછળનું કારણ અને યાત્રિકોની સુરક્ષા સાથે જોડાયેલી જરૂરી વાતો.

તમે રેલવે સ્ટેશન પર ટ્રેનથી સફર તો કરતા જ હશો. ટ્રેનમાં ચડતી કે ઊતરતી વખતે તમે ધ્યાનથી જોયુ હશે તો પ્લેટફોર્મ અને ટ્રેનના દરવાજા ની વચ્ચે વધુ ઊંચાઈનું અંતર નથી હોતુ. આનાથી યાત્રિકોને ટ્રેનમાં ચડવા- ઉતરવામાં સરળતા રહે છે.

શું તમે વિચાર્યુ છે કે રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મની ઉંચાઈ નક્કી કરેલા ધોરણો પ્રમાણે કેમ રાખવામાં આવે છે. શું દરેક રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મની ઉંચાઈ બિલકુલ એકસરખી હોય છે?

રેલવે પ્લેટફોર્મની ઊંચાઈ નક્કી કરવા પાછળ યાત્રિકોની સુરક્ષાા, ટ્રેનમાં ચડવા-ઉતરવા માટેની સુવિધા અને રેલવેના નિયમોનું ધ્યાન રાખવામાં આવે છે. જો પ્લેટફોર્મ ઘણુ નીચુ રાખવામાં આવ્યુ હોય તો યાત્રિકોને ટ્રેનમાં ચડવા માટે વધુ ઉપર સુધી પગ ઉંચા કરવા પડશે. જ્યારે પ્લેટફોર્મ વધુ ઊંચુ હશે તો પણ ટ્રેનમાં ચડવા-ઉતરવામાં મુશ્કેલી થઈ શકે છે.

આ જ કારણ છે કે રેલવે પ્લેટફોર્મની ઊંચાઈ ટ્રેનના પ્રકાર અને રેલવેના નિયત માપને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે.

રેલવે સ્ટેશન પર દરેક પ્લેટફોર્મને મનમાની રીતે નથી બનાવી શકાતા. તેના માટેના રેલવેના નિયમો છે. તેનો ઉદ્દેશ્ય ટ્રેન ઉભી રહે ત્યારે યાત્રિકો સરળતાથી ચડ-ઉતર કરી શકે તે છે.

જો સ્ટેશન પર પ્લેટફોર્મ ઉંચાઈ અલગ અલગ માપની રાખવામાં આવી હોય તો યાત્રિકોને ટ્રેનના દરવાજા અને પ્લેટફોર્મની વચ્ચે વધુ અંતરનો સામનો કરવો પડી શકે છે.

પ્લેટફોર્મ ટ્રેનના દરવાજાથી વધુ નીચુ હોય તો વૃદ્ધ નાગરિકો, બાળકો અને દિવ્યાંગ યાત્રિકોને ટ્રેનમાં ચડવા ઉતરવામાં મુશ્કેલી થાય છે.

સામાન સાથે યાત્રિકોને ટ્રેનમાં ચડવા ઉતરવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે જેના કારણે સંતુલન બગડવાથી પડી જવાનો પણ ભય રહે છે. પ્લેટફોર્મ વધુ પડતુ ઉંચુ હોવાથી ટ્રેનની ફર્શ અને પ્લેટફોર્મ વચ્ચેનું લેવલ નહીં જળવાય. જેના કારણે અકસ્માત પણ થઈ શકે છે.

જો કે તેનો મતલબ એવો નથી કે દેશના દરેક રેલવે સ્ટેશન પર ઉંચાઈ એકસરખી હોય છે. અલગ-અલગ રેલવે લાઈનો, ટ્રેન અને સ્ટેશનોની જરૂરિયાત પ્રમાણે તેમા ફેરફાર હોઈ શકે છે.

દરેક ટ્રેન અને રેલવે લાઈનની બનાવટ એકસરખી નથી હોતી. ભારતમાં અલગ-અલગ પ્રકારની ટ્રેન ચાલે છે અને રેલવે નેટવર્કમાં પણ અનેક પ્રકારની વ્યવસ્થાઓ છે. આથી પ્લેટફોર્મની ઉંચાઈ નક્કી કરતી સમયે સંબંધિત રેલવે લાઈન ત્યાં ચાલનારી ટ્રેનનો અને જરૂરતોને ધ્યાનમાં રાખવામાં આવે છે.

રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મની ઉંચાઈ નક્કી કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય યાત્રિકોને સુરક્ષિત અને સુવિધનજક રીતે ટ્રેનમાં ચડવા ઉતરવાની સુવિધા આપવાનો છે. આ જ કારણ છે કે પ્લેટફોર્મ બનાવવામાં નક્કી કરેલા ધોરણોનું પાલન કરવામાં આવે છે. જેથી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ઉંચાઈનું અંતર જરૂરથી વધુ ન રહે.
યુરોપમાં 6 દેશોમાં એક જ ટાઈમે ભડકેલી હિંસા, વિરોધ પ્રદર્શનો અને અરાજક્તા પાછળ શું ટ્રમ્પનો હાથ છે?
